________________
૪૪૭
પત્રાંક—૩૬૮
અંતર વૈરાગ્ય ઘણો હતો. હવે એ (ઉદય) છૂટી નથી શક્યો, પૂર્વકર્મના આવી પડેલા ઉદયથી એ છૂટી નથી શક્યા પણ કામ ઘણું કર્યું છે. ગૃહસ્થ દશામાં ઘણું જબરદસ્ત કામ કર્યું છે !
મુમુક્ષુ :- અંદરથી કેટલા ભિન્ન પડેલા છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા અત્યંત ભિન્નતા ! જેવો અહીંયાં ઉદય ર્યો, વૃત્તિ તો ફરેલી જ હતી; ઉદય ફર્યો, પોતાની વૃત્તિ ફરેલી હતી, પુરુષાર્થે છલાંગ મારી. સાતમામાં શું ? સાતમામાંથી નીચે આવ્યા જ નહીં પછી.
મુમુક્ષુ :– ૨૪ કલાકમાં કેવળજ્ઞાન લીધું.
પૂજ્ય ભાઈશ્રી :- અંતર્મુહૂર્તમાં ! ૨૪ કલાક નહિ, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લીધું. ૪૮ મિનિટ. બહાર જ આવ્યા નથી. દીક્ષા લીધા પછી બહાર જ આવ્યા નથી. એ પ્રસંગ ઉપરથી તો આ લોકો લે છે ને ? શ્વેતામ્બરમાં તો એમ લીધું છે કે એમની એક આંગળી અડવી થઈ. એ લોકો તો ચક્રવર્તી હોય છે એટલે દશે આંગળીએ એને તો હીરાના અને રતનના વીંટી પહેરેલી હોય છે. એક વીંટી ખરી ગઈ, જોયું કે આ દસમાં એક આંગળી અડવી લાગે છે. આને લઈને મારી શોભા ? આ જડ પથરો અને જડ ધાતુ-એને લઈને મારી શોભા ? આ તે શું ? ફરે છે વિચાર. વિચાર ફરે છે તો એ લોકો ત્યાં જ લે છે કે એમને તો એમના મહેલમાં જ કેવળજ્ઞાન થયું એમ લે છે. કેમકે એ તો વિચાર દશાથી કેવળજ્ઞાન માને છે ને ! એમ નથી.
ખરેખર તો એમને વૈરાગ્ય આવે છે, દીક્ષા અંગીકાર કરે છે. સર્વસંગપરિત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરે છે અને ધ્યાનમાં બેઠા પછી એ વ્યવહાર પંચ મહાવ્રત આદિના પરિણામમાં આવતા નથી. છઠ્ઠા ગુણસ્થાનને સ્પર્શતા નથી. આઠમેથી શ્રેણી માંડી વે છે. ધ્યાનમાં પહેલું સાતમામાં આવે. નિર્વિકલ્પ દશામાં સાતમું આવે પછી આઠ, નવ, દસ.... હજી બાહુબલીજી' અહીંયાં છે. બાહુબલીજી”ને મુનિદશામાં કાળ લાગ્યો છે, આ નીકળી ગયા છે. એનોનિવૃત્તિ-પ્રવૃત્તિનો તમે હિસાબ-કિતાબ કેમ કાઢશો ?
આ મુનિદશામાં ઊભા ઊભાં ખડ્ગાસને આત્માનું ધ્યાન કરે છે અને એવા અડોલ આસનથી કરે છે. મન-વચન-કાયાની સ્થિરતા એટલી છે કે વનસ્પતિ ઊગીને વીંટળાઈ વળે છે. એ એમનો જો એ આ મુનિદશાનો ફોટો છે, અરિહંત દશાનો નથી. તોપણ પોતે એ બાબતની અંદર કાંઈ કરતા નથી. ખડ્ગાસને અડોલપણે હજાર હજાર