________________
૪૮
ચજહૃદય ભાગ-૫
વર્ષ સુધી ખાધા-પીધા વિના એમ ને એમ ઊભા રહી જાય, કાંઈ નહિ. છતાં કેવળજ્ઞાન સહેલું નથી. અહીં અંતર્મુહૂર્તમાં સાધે છે. પૂર્વ પરિણામને તમે કારણનો ઉપચાર કેવી રીતે આપશો ? એની અંતરંગ પરિસ્થિતિનું ગણિત છે કે બાહ્ય પરિસ્થિતિનું ગણિત છે ? બાહ્ય પરિસ્થિતિનું ગણિત અંદરમાં કામ નથી આવતું. એવા દાખલા બને છે.
મુમુક્ષુ - કૈલાસપર્વત ઉપર ત્રણ ચોવીસીની ભરતજીએ સ્થાપના કરી હતી.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ એમના રાજપાટની ગૃહસ્થદશા વખતે સ્થાપી હતી. કૈલાસ પર્વત ઉપર ત્રણ ચોવીસીની સ્થાપના કરી હતી અને એ છે આપણે પુરાણની અંદર, મહાપુરાણની અંદર એ વાત લીધી છે.
મુમુક્ષુ - એક જ આદિનાથ ભગવાન થયા હતા.
પૂજ્ય ભાઈશ્રી - હા. એ વખતે ૪૭ તીર્થકર થયા હતા. ભૂતકાળની ચોવીશી થઈ ગઈ અને વર્તમાનની ચોવીશીના એક. ૨૫ થયા. આ ૨૩ બાકી અને ભવિષ્યના ૨૪ બાકી ૪૭ બાકી હતા. એ ૪૭ ની સ્થાપના એમના વખતમાં કરી છે. એ બરાબર છે, અને એ વખતે “મહાવીર સ્વામી મરીચિના ભવમાં હતા, એમના વિરોધી. જેમ અત્યારે આપણે શ્રેણિક મહારાજાની સ્થાપના કરીએ છીએ..
મુમુક્ષુ - એમની હયાતીમાં એની પ્રતિમા સ્થાપી.
પૂજ્ય ભાઈશ્રી :- સ્થાપી ને. સ્થાપી, બરાબર સ્થાપી. પુરાણ બોલે છે. એ તો આપણે આ બધો ઊહાપોહ થયો ત્યારે આ બધા આધાર આપેલા છે. શાસ્ત્રના શ્લોકમાં આ વાત છે. આ મૂળ શાસ્ત્રમાં આચાર્યના શ્લોકનિબદ્ધ આ વાત છે. એ શ્લોક આપણે આ લોકોને ટાંકેલા છે કે જુઓ ! આ શાસ્ત્રોક્ત વાત છે, કોઈ અદ્ધરથી લખેલી નથી. એના ઉપરથી (એક વિદ્વાન) સીધા લાઈનમાં આવી ગયા કે નહિ ! આ શાસ્ત્રવિરુદ્ધ વાત-આગમ વિરુદ્ધ વાત નથી. આગમ વિરુદ્ધ વાત તો કહેવાય નહિ, એ તો ન જ કહી શકાય. એ તો સીધા જ આવી ગયા, પણ વિદ્વાન હોય તો ક્યાં જાય ?
મુમુક્ષુ :- “પરમાગમમંદિરમાં અથવા “નંદિશ્વરમાં બેમાંથી એકમાં ચિત્ર દોરેલું છે.
પૂજ્ય ભાઈશ્રી - હા. આપણે કથાનુયોગનું ચિત્ર દોરેલું છે. આપણે પરમાગમ મંદિર છે ને એમાં નાખેલું છે કાં તો નંદિશ્વરમાં નાખ્યું છે, કાં પરમાગમ મંદિરમાં નાખ્યું છે. ત્રણ ચોવીસીની સ્થાપના કરી છે. એ નાખેલું છે. અહીં સુધી રાખીએ).