________________
૪૪૬
રાજહૃદય ભાગ-૫
મુમુક્ષુ :– ઝીણામાં ઝીણી ભૂલનો પણ આમાં ઉલ્લેખ છે. પૂજ્ય ભાઈશ્રી :– હા. બીજું કે એ પરિચય થાય તો શાની ઓળખાય. પરિચય વિના ઓળખવાની કોઈ પદ્ધતિ જ જગતમાં નથી અને મુમુક્ષુને જો જ્ઞાની એક વખત પણ ઓળખાય કે શાની આવા હોય, ત્યારે એ પોતે પણ ક્રમે કરીને જ્ઞાનદશામાં આવી જાય. એ નિઃશંક વાત છે, નિર્વિવાદ વાત છે. તત્ત્વદૃષ્ટિએ એક બહુ અભ્યાસનો પ્રયોજનભૂત પ્રકરણ સ્વયં એમની પોતાની દશાથી એમના પત્રોમાં ચાલ્યું છે. સ્વાધ્યાયનો જે મુખ્ય મુદ્દો છે એ આટલો જ છે આની અંદર.
હવે લખે છે, અમે તો પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી.' એ વિષયની અમારી અંતરંગ પરિણતિની ગંભીરતા રાખીને તમને એ વાત જણાવતા નથી. બાકી આખા જગત સાથે અમારે કાંઈ લેવા-દેવા નથી. અત્યારે તો એક સામાન્ય માણસ હોય, બસો-પાંચસોની નોકરી કરતો હોય તો પણ ‘અમેરિકા’ અને રશિયા'ની શિખર પરિષદની ચર્ચા કરતો હોય. જગત ઉપર કેટલી દૃષ્ટિ છે જીવની ! જેને મોટો વ્યવસાય છે, રાજપાટ છે એની વાત જુદી છે પણ જેને કાંઈ સ્નાનસૂતક ન હોય એ પણ છાપું વાંચીને દુનિયાભરની ચર્ચા કરતો હોય.
આ કહે છે કે આખા જગતને વિષે અમે ઉદાસીન છીએ. જંગતમાં શું ચાલી રહ્યું છે જાણે કાંઈ સંબંધ જ નથી. જગત સાથે અમારો સંબંધ નથી. જગતથી અમે છૂટા પડી ગયા છીએ. ઈશ્વર–આ કોઈપણ પ્રકારે કોઈ અન્યને ઈશ્વર તરીકે લોકો માને છે અને અન્યભાવ એટલે પોતાના વિભાવ પરિણામ. એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ. પાંચ મહિનાથી પુરુષાર્થનું જોર એટલું બધું છે કે જગતથી, ઈશ્વરથી, અન્યભાવથી—બધાથી, કોઈ બાકી શું રહ્યું પછી ? કાંઈ બાકી ન રહ્યું. જગતમાં તમામ વસ્તુ આવી ગઈ. લોકો ઈશ્વર ઈશ્વર કરે છે એ પણ વાત પતી ગઈ. અમારો અન્યભાવ– રાગાદિ પરિણામ વિષે પણ અમને ઉદાસીનપણું વર્તે છે.
ભરતચક્રવર્તીની એક વાત વચમાં યાદ આવી. બંને ભાઈ ચરમશીરી હતા. બાહુબલીજી” પણ ચરમશીરી, ભરતજી” પણ ચરમશીરી. વૈરાગ્ય વહેલો આવ્યો. બાહુબલીજી’ને, ત્યાગી પણ એ વહેલા થયા અને ત્યાગ દશામાં ઘણો કાળ કાઢ્યો. ભરતજી” અંતર વૈરાગી હતા. છ ખંડના રાજમાં પથારા નાખીને પડ્યા હતા પણ