________________
૪૪૪
ચજહૃદય ભાગ-૫
પરિણામના રસ ઉપર છે. જો અશુભનો તીવ્ર રસ હોય તો નાકાદિનું મોટું આયુષ્ય પડે છે. જો શુભનો તીવ્ર રસ હોય તો દેવલોકાદિનું મોટું આયુષ્ય પડે છે. રસ તીવ્ર એમ અઘાતિમાં સ્થિતિ મોટી પડી જાય છે. આ એક અઘાતિ કર્મનું વિજ્ઞાન છે.
હવે અહીંયાં કુદરતી એવી રીતે પડ્યા છે કે જેમાં શુભ એટલું બધું નથી થઈ શકતું. આખો દિવસ પ્રવૃત્તિમાં જોડાવું પડે છે. અંદરથી મન લાગતું નથી. વૈરાગ્ય છે એના હિસાબે આત્મા ત્યાંથી પાછો પડે છે પણ છતાં પ્રવૃત્તિમાં જોડાય છે. નીરસ પરિણામે પણ જોડાય છે તો ખરા. ભલે ૨સરહિત–નીરસ પરિણામે પણ જોડાય છે તો ખરા. તો સામાન્ય રીતે જે ઊંચા આયુષ્યનો બંધ પડે એના બદલે એનો સંસાર એટલો ટૂંકો થઈ જાય છે, સંસારમાં રહેવાનો કાળ ટૂંકો થઈ જાય છે. પછી જલ્દી સાધી લે છે. જેવો આ ઉદ્દય પૂરો થયો કે એ અંદરની સાધનામાં એકદમ ઝડપ કરે છે. એનું કારણ કે એને સંસાર દામાં રહ્યા રહ્યા, અશુભયોગમાં રહ્યા રહ્યા ઘણું કામ કર્યું છે. હવે એ જે કામ કર્યું છે એનો હિસાબકિતાબ કોઈ બહારથી બેસે એવું નથી. એવી પરિસ્થિતિ છે.
મુમુક્ષુ ઃ– પછી છેલ્લે તો ‘મુંબઈ' છોડી દીધું. છેલ્લે છેલ્લે ‘મુંબઈ' છોડી દીધું. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો પોતાની તબીયત પણ અસ્વસ્થ થઈ ગઈ છે એટલે છોડી દીધું, પણ જેટલો ટાઇમ રહ્યા છે, જે ઉંમરમાં રહ્યા છે અને જેટલો સમય રહ્યા છે એમાં એમની આંતરિક સ્થિતિ, આત્માની દશા બહુ સૂક્ષ્મતાથી, બારીકાઈથી અભ્યાસ કરવા જેવો વિષય છે.
મુમુક્ષુ – સાંસારિક કાર્યમાં તીવ્ર રસ થે તો અઘાતિકર્મ લાંબા પડે. પૂજ્ય ભાઈશ્રી :– એ તો કોઈપણ, શુભ કે અશુભ તીવ્ર રસથી કરો એટલે ઘાતિનો બંધ મોટો પડે. સીધી વાત છે. અઘાતિનો બંધ મોટો પડે, ઘાતિનો નહિ.
પ્રશ્ન :- શુભમાં પણ એવું ? સમાધાન :– હા, તો એ શુભનો અથાતિનો મોટો પડે, અશુભ કરે તો અશુભનો અઘાતિનો પડે. બન્ને મોટી ગતિ છે ને. લાંબા આયુષ્યની બે મોટી ગતિ છે—એક નક અને એક દેવ. અહીંયાં તિર્યંચ, મનુષ્યમાં આયુષ્ય થોડા છે.
મુમુક્ષુ :– અજ્ઞાની શું કરે છે કે શાસ્ત્ર વાંચી, શબ્દ વાંચીને પછી જ્ઞાનીને જોવે છે એટલે એમાં અંતર્મુખ પુરુષાર્થનો અનુભવ નથી એટલે ખ્યાલ નથી આવી શકતો