________________
૪૪૨
રાજહૃદય ભાગ-૫ જોઈએ. અને જેને દોષ આવતો નથી, એવો જે મુમુક્ષુ જીવ તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતા..' જો એ જ્ઞાનીના આશ્રયે દોષ એને ન આવે ને શાંતિ રાખે તો એને આપત્તિનો નાશ હોય છે. અથવા એની આપત્તિનો જે ઉદય છે એમાં મંદપણું થઈ જાય છે. એવું સહેજે સહેજે બને છે એમ અમે જાણીએ છીએ. સહેજે પરિણામ અનુસાર સામે પરિસ્થિતિ, પુદ્ગલોમાં પણ ફેરફાર થાય છે.
તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિક્ટ છે આ કાળમાં એવી જે ધીરજ રાખવી એ સામાન્ય રીતે વિકટ છે. એ પરિસ્થિતિ જુએ ત્યારે એને સહેજે એમ થાય કે કાંઈક મને અનુકૂળતા થાય તો સારું, મારી પ્રતિકૂળતા દૂર થાય તો સારું. એવું સહેજે થઈ જાય). કેમકે મુમુક્ષુની સ્થિતિ તો નબળી ઘણી છે, પરિણામમાં બળ નથી એટલે. એટલે એવી સ્થિતિ રહેવી વિકટ છે. અને તેથી. એવી સ્થિતિ ન રહે તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ.... એટલે કે આપત્તિનો નાશ થાય કે આપત્તિમાં મંદપણું આવે એવું પરિણામ આવતું હોય તોપણ ઘણીવાર આવતું અટકી જાય છેઊલટાની એ આપત્તિ ચાલુ રહે છે. પોતાને સ્પૃહા રહે તો એ આપત્તિ ચાલુ રહે છે. જો સ્પૃહા ન રહે તો એ આપત્તિ ચાલી જાય છે. ખરી દવા તો આ છે. એના બદલે એ પોતે ઉતાવળો થઈને ખોટો ઈલાજ કરે છે, ખોટો માર્ગ અપનાવી લ્ય છે.
એમ કરીને ધીરજ રાખવાથી ફાયદો છે એ વાત કાઢી. ન્યાય એ આપ્યો, પરિસ્થિતિ ગમે તે તમારી હો, જેટલી તમે ધીરજ રાખશો એટલો જ તમને ફાયદો છે. જરાક આમાં આકળવિકળ થઈ અને ખોટે રસ્તે સટ્ટો કે આ કે તે, છોકરાવને પણ ક્યાંય અનુમોદન આપી દે (તો) એ કરવા જેવું નથી. કે “અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. આવી વાતોમાં તો અમને ઘણું ઉદાસીનપણું વર્તે છે. કેમકે સંયોગોની ચર્ચા કરવી જ બહુ ગમતી નથી. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે.' - “અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય...” હવે પોતાની દશાની વાત કરે છે. અમારા આત્માને વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મને મળવા દેતો નથી...” જુઓ ! જે કાંઈ પ્રવૃત્તિ અને વ્યવહાર કરીએ છીએ અને અમારી સાથે મેળ પડે એવી કોઈ વાત નથી. મનથી કાંઈ મેળ પડતો નથી. એટલો વૈરાગ્ય છે કે ક્યાંય