________________
પત્રક-૩૬૮
૪૧ ગયું હોય એમ એને લાગે છે, સર્વસ્વ ચાલ્યું ગયું એમ લાગે છે. જ્યારે આમને તો ગમે તે પરિસ્થિતિમાં પોતાના આત્માનો જ આધાર છે. વાત પૂરી થઈ ગઈ.
શાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે; અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; કેમકે એને પૂર્વકર્મના પાપ પણ સ્થિતિ ટુંકાવી નાખે છે, ટુંકાઈ જાય છે એટલે સામાન્ય રીતે જે ધીરજથી નિઃસ્પૃહપણે વર્તે છે એવા મુમુક્ષુને બહુ લાંબો પાપનો ઉદય રહેતો નથી. સામાન્ય રીતે એની સ્થિતિ ટુંકાઈને એ સહેજે એ ભીંસમાંથી નીકળી જાય છે.
એ તો ‘ગુરુદેવ કહેતા કે આ ચીજ એવી છે કે પુયપણે ત્યાં બંધાય અને પાપની સ્થિતિ ટુંકાઈ જાય તો કોઈ પૈસાવાળા થઈ જાય. પણ એ દૃષ્ટિએ અને એ આધારે આ કરવા જેવું નથી. એ દૃષ્ટિકોણ અપનાવવા જેવો નથી. એ તો એક સમજવાનો વિષય છે, જાણવાનો વિષય છે. પણ નિસ્પૃહતા હોય એને હોં ! જેને અંદરમાં સ્પૃહા છે એને તો પાપનું બંધન થાય છે, દર્શનમોહનું બંધન થાય છે. - જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એટલે કે પોતાની કાંઈ ઇચ્છા હોય છતાં એ ઇચ્છાને અનુસરીને જ્ઞાની પ્રવૃત્તિ ન કરતા હોય, ઊલટાનો નિષેધ કરતા હોય. ગમે તે પ્રવૃત્તિ હોય, પૂર્વકર્મની જે પરિસ્થિતિ હોય ધીરજથી, સમતાથી એને વેદવી અને એમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન થાય એવો મુમુક્ષુએ પ્રયત્ન રાખવો, પુરુષાર્થ કરવો કે એમાં ઇષ્ટ-અનિષ્ટપણું જેટલું બને તેટલું ઓછું થાય તો એને દોષ ન આવે. નહિતર એને એમ થાય કે હું આટલો બધું દુખી થાઉં છું અને મારી સામું જોતા નથી ? કેટલી મારે પ્રતિકૂળતા છે, કેટલી મારે આપત્તિઓ આવી પડી છે. કોઈ મારી સામે જોતું નથી. બીજાને દોષિત ગણે કે આવી રીતે કોઈ અહીંયાં ધ્યાન રાખતું નથી. એ પોતાને માટે એમ ન વિચાર કરાય. | મુમુક્ષુ :- જ્ઞાની પાસે રિદ્ધિ-સિદ્ધિ હોય તો એને પોતાને
પૂજ્ય ભાઈશ્રી :- તો એમ થાય કે આમની પાસે તો રિદ્ધિ-સિદ્ધિ છે ને મારું દુખ મટાડતા નથી, મારા માટે કાંઈ એમને વિકલ્પ આવતો નથી. એને દોષ ન આવવો