________________
૪૩૯
પત્રાંક–૩૬૮ - મુમુક્ષુ :- સામાને ભ્રમમાં ન રાખે. - પૂજ્ય ભાઈશ્રી :- એને ભ્રમમાં ન રાખે કે તું અહીંયાં આવીશ એટલે તને બે પૈસા મળી જશે. તું અહીંયાં આવતો જા, સુખી થઈ જઈશ. એવું ન કરે.
જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકમાંનુસાર કરે છે...” જુઓ જ્ઞાની પોતે પણ પોતાનું ઉપજીવન અને આજીવિકા પણ પૂર્વકર્મ અનુસાર કરે છે. એ કાંઈ ઈચ્છતા નથી કે બીજા લોકો મારી આજીવિકા ચલાવે અને હું ધર્મધ્યાન કરું. એમ શાની નથી ઇચ્છતા. જોકે દાન દેવાવાળા તો જ્ઞાની નહિ આત્માર્થીને પણ દાન દે છે. આત્માર્થી છે એને આત્માર્થનો સમય વધારે મળે અને પ્રવૃત્તિ એને ઓછી કરવી પડે એવી આપણે એને મદદ કરવી જોઈએ. એમ સાધર્મી તરીકે બીજા વિચારે છે તે યથાર્થ છે. પણ આત્માર્થી કે જ્ઞાની એમ વિચારતા નથી કે મને વધારે નિવૃત્તિ મળે માટે હું દાન લઈ લઉં અને પછી હું નિવૃત્ત થઈને ધર્મધ્યાન કરું એમ એ વિચારતા નથી. બન્નેનો ન્યાય પરસ્પર વિરુદ્ધ છે.
-ન્યાયનો વિષય થોડો અટપટો છે. જો પોતે કોઈના ઉપર ઉપકાર કરે તો જરાય ન ગણે. ગમે તેટલો મોટો ઉપકાર કરે. જરાપણ એની ગણતરી ન રાખે. બિલકુલ નહિં. કાંઈ મેં કહ્યું જ નથી, હું કાંઈ કરતો નથી, એમ જ લે. બીજો નાનો પણ થોડો પણ ઉપકાર કરે તો એને ઘણો કરીને ગણે ભાઈ ! તમારી સજ્જનતા ઘણી છે. તમે તો અમારા ઉપર ઉપકાર કરેલો છે, એમ કહે. ન્યાયનો વિષય ઊલટો-સૂલટો છે. એવી થોડી વાત છે. એ સારી સ્પષ્ટતા આ પત્રમાં આવી છે.
“જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકમાંનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ.' પોતે તો કરતા નથી. બીજાને પણ નહિ. જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એટલે આધારબુદ્ધિ ખોટી ઊભી થાય એમ પોતે કરે નહિ અને બીજાને કરાવે નહિ. કેમકે બીજાને ફાયદો કરી દેવો તો એની આધારબુદ્ધિ કેમ બદલાશે ? જેના આધારે સુખ માન્યું છે એવા જે સંયોગો, એ સંયોગની બુદ્ધિ છે, સંયોગમાં સુખની બુદ્ધિ છે એ કેમ ફરે એને ?
(“જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરીને આજીવિકા કરતા નથી; અથવા કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી.) એમ જાણીએ છીએ. પોતાને અને “સોભાગભાઈને