________________
પત્રાંક-૩૬૮
૪૩૭ ૩૬૮. હૃદયરૂપ શ્રી સુભાગ્ય, પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટને વિષે જીવ રહે છે, એ ખેદની વાત છે...” “સોભાગભાઈના પુત્ર જે “મણિભાઈ છે એને ઉદ્દેશીને લખ્યું છે. નામ નથી લખ્યું પણ “અંબાલાલભાઈ આ બધામાં સંકલનમાં હતા એટલે એમને થોડો ખ્યાલ હતો. ફુટનોટમાં ચોખવટ કરી છે. નહિતર આવા પત્રો ઉપરથી કોઈ બીજું અનુમાન પણ કરી લે કે “સોભાગભાઈ' પણ એ રીતે સટ્ટો કરતા હશે. એ ખેદની વાત છે, એટલે “મણિભાઈ' કરે છે એ પણ ખેદની વાત છે. નાનપણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે.” એ સંબંધીનો પરિણામનો વિચાર કરે કે પરિણામમાં કેટલું નુકસાન છે. પરિણામ કેટલા ચંચળ થાય, પરિણામ કેટલા તીવ્ર રસવાળા થાય અને કેટલી ગતિ પકડે. વિરુદ્ધ દિશામાં કેટલી જોરથી ગતિ પકડે, ઊંધો પુરુષાર્થ કેટલો વધી જાય ? એ તો જીવ વિચાર કર્યા વિના એને ન સમજાય એવી વાત છે. કેમકે સામે વગર પરિશ્રમનો લાભ દેખાય છે. સટ્ટના વેપારમાં પરિશ્રમ ઓછો અને લાભ મોટો એવી એક લાલચ હોય છે. એટલે એ લાલચથી જીવને એ પ્રકારની સહેજે વૃત્તિ થઈ આવે છે અને આવી વૃત્તિ અબુધ માણસોમાં પણ હોય છે. ગામડાના ખેડૂત લોકો જુગાર રમે છે ને, એક જાતનો જુગાર છે. માણસ જુદી જુદી રીતે જુગાર રમતા હોય છે. એ એક વૃત્તિ હોય છે.
મુમુક્ષુ :- સટ્ટામાં આરંભ પરિગ્રહ તો બહુ ઓછો છે.
પૂજ્ય ભાઈશ્રી :- આરંભ પરિગ્રહ ઓછો છે પણ આરંભ પરિગ્રહમાં બંધન થાય એથી વધારે બંધન સટ્ટામાં થાય છે. પરિણામની તીવ્રતા છે. તાંદુળિયા મચ્છને
ક્યાં મોટું એવડું છે કે હિંસા કરે. માછલા તો પેલો મગરમચ્છ ખાય છે. પણ એની પાંપણ ઉપર બેઠો બેઠો કહે છે આવડો મોટો છે પણ મુરખ પણ મોટો જ છે. શરીર પણ મોટું છે અને મુરખો પણ મોટો છે કે મોઢામાં આવેલા માછલા જવા દે છે.
પેલાને શું છે, એવી ટેવ હોય કે મોઢું ફાડીને પડ્યો રહે તો કલાકો સુધી મોટું ફાડીને પડ્યો રહે. તો કેટલાય માછલા આવે ને કેટલાય માછલા ચાલ્યા જાય, મોઢું બંધ ન કરે. મોઢું બંધ કરે તો બધા એના ખોરાક થઈ જાય. પેલો અમસ્તો અમસ્તો કર્મ બાંધે છે. કેવળ આરંભ પરિગ્રહથી બંધન છે એવું નથી. મુખ્ય તો પરિણામથી બંધન છે. પ્રવૃત્તિ તો એની નિમિત્ત છે. પણ નિમિત્ત ન હોય તોપણ પરિણામ થાય છે.
હવે કેટલુંક માર્ગદર્શન સરસ લીધું છે. જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની