________________
પત્રાંક-૩૬૩૬૮
૪૩૫ ૩૬૭. શ્રી સોભાગભાઈ. “આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કાંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો. આપનું પત્ર પ્રાપ્ત થયું છે. ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. ઉપાધિપ્રસંગ રહે છે એટલે પરિણતિનું ઠેકાણું નથી એમ નથી. છતાં પણ આત્મસમાધિ રહે છે. ફરીને પણ લખે છે કે કાંઈક “જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો.” એ વૈશાખ સુદ નોમના પત્રમાં, ૩૬૪માં જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે. વૈશાખ સુદ નોમે કહ્યું છે, એ વૈશાખ વદ એકમમાં ફરીને એ વિષયમાં ટકોર કરી છે. પછીનો પત્ર પણ “સોભાગભાઈનો છે.
પત્રક - ૩૬૮
મુંબઈ, વૈશાખ વદ ૬, ભોમ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે.
સટ્ટાને વિષે જીવ રહે છે, એ ખેદની વાત છે; પણ તે તો જીવને તે પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે.
જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. તે ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય છે એમ વર્તે છે.
જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકમાંનુસાર કરે છે; છે. જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા ન કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ. તે શાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે
થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી. એવા જે જીવ.