________________
પત્રાંક-૩૬૬
૪૩૩ હતો. એટલે કે એ વખતે ધાર્મિક વાતાવરણ, તીર્થંકરાદિકના જમાનામાં એ સમયમાં, ધાર્મિક વાતાવરણ ઘણું જામેલું અને ઉત્સાહિત હતું.
વધારે શું કહેવું ? અત્યારે તો દુકાળ જોવે છે. ધર્મનું દારિત્ર્ય જુએ છે. ત્યારે એમ કહે છે, તીર્થકરાદિક વખતે તો જે ધર્મની સમૃદ્ધિ હોય છે એ સમૃદ્ધિ અત્યારે જોવામાં આવતી નથી. અત્યારે ધર્મદારિદ્રતા જોવામાં આવે છે. “વધારે શું કહેવું ? વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ.” કોયલ તો વનમાં જ રહે. હવે ત્યાં એને કોઈ મારીને હાંકી કાઢે કે અહીંયાં વનમાં તારે નથી રહેવાનું, તું શહેરમાં જા. તો એ તો વનનું પ્રાણી છે. વનમાં રહેલું વનનું પ્રાણી છે, એને મારીને કોઈએ શહેરમાં વસ્તીમાં મોકલી દીધી અને ક્યાંક કોકના ખોરડા ઉપર જેમ કાગડા બેસે એમ કોયલ બેસે. એ કોયલ એવી રીતે શહેરમાં જોવા નથી મળતી. વનરાજીમાં જ કોયલ રહે છે અને એ જ એનું નિવાસસ્થાન છે. એમ અમારો ઉદય તો એવા તીર્થંકરાદિક પ્રવર્તતા હોય, ધર્મની ઘણી સમૃદ્ધિ હોય અમારો નિવાસ તો એવી જગ્યાએ હોવો ઘટે, એના બદલે ક્યાં આવી પડ્યા ?
‘ગુરુદેવ’ કહેતા ને ? “ગુરુદેવ બીજો શબ્દ કહેતા. “શું કહીએ વખાના માર્યા અહીંયાં આવ્યા છીએ.” કાઠિયાવાડી શબ્દ છે. વખા એટલે શું ? વખત. એવો કોઈ નબળો સમય આવી ગયો છે કે અમે અહીંયાં આવી ગયા છીએ. કોઈ માણસ એમ કહે ને ? કોઈ શ્રીમંત માણસ હોય. કોઈ સામાન્ય મજૂરીનું કામ કરી લેતો હોય. કેમ ભાઈ ! તમે આવું કામ કરો છો ? કોઈ ઓળખીતો મળી જાય. ભાઈ ! તમે તો મોટા શ્રીમંત, તમારી સમૃદ્ધિ બધી જોયેલી. તમે આ બધું ક્યાં કામ કરો છો ? (તો કહે, ભાઈ ! એ તો વખાના માય બધું કરવું પડે. | મુમુક્ષુ :- અમે અહીં ક્યાં આવી ચડ્યા ? બહેનશ્રી' માં આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. આ અમારો દેશ નથી. ખરી વાત છે. પાછા એ તો ધર્મસમૃદ્ધ ક્ષેત્રમાંથી આવેલા છે, બધું યાદ છે. મહાવિદેહમાં સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં તો ધર્મની જાહોજલાલી, ધર્મવૃદ્ધિ, વાતાવરણ જ ત્યાં બધું એકસરખું. અન્યમત છે નહિ કોઈ. જાહેરમાં તો કોઈ પ્રસિદ્ધમાં અન્યમત ચાલતો નથી. એકલો જૈન ધર્મ જ ચાલે છે. જૈનધર્મ એવું નામ પણ પાડવાની ત્યાં જરૂર નથી. કેમકે બીજો ધર્મ જ નથી.