________________
પત્રાંક—૩૬૬
૪૩૧
છીએ, એવા અમે છીએ, એ અમારા પિરણામ છે, એવું પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે...' પરિણતિની અપેક્ષાએ છે. શુદ્ધોપયોગ હોય તો તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય, પણ એ તો સર્વસંગપરિત્યાગ વિના તો ગૃહસ્થમાં એ દશા થતી નથી. એટલે અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે,...' ધર્મધ્યાન છે એ અખંડપણે ચાલુ રહે છે.
એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે;...' આવી અંદરની એકધારી અખંડ આત્મધ્યાનની જે દશા છે, તેમ છતાં બહારમાં ઉપાધિયોગ ઘણો છે. વિચિત્ર પરિસ્થિતિ છે. સામાન્ય રીતે તો ધર્માત્માને નિવૃત્તિ જ હોય અને લગભગ નિવૃત્તિ મળે એ પ્રકારના સહેજે પુણ્ય અથવા સંયોગો ઊભા થઈ જાય છે. આવું કોઈ કોઈ પૂર્વના વિચિત્ર કર્મના ઉદયથી કોઈ કોઈ જ્ઞાનીઓને સંયોગમાં પણ આવી પરિસ્થિતિ હોય છે. તે આશ્ચર્યકારક છે. ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે;...' એટલી પ્રવૃત્તિ વધી છે કે થોડીક જ ભાગ્યે જ નિવૃત્તિ (રહે છે). થોડીક ક્ષણ લીધું છે. થોડીક ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, ભાગ્યે જ રહે છે.
અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી....' જેમ કોઈ માંદા અશક્ત માણસ પાસે મજૂરી કરાવે તો એને કષ્ટ ઘણું પડે, માંડ માંડ કરે. એવું એમનું ચિત્ત પ્રવૃત્તિ કરવા માટે અશક્ત થઈ ગયું છે અને પ્રવૃત્તિ ઘણી આવી પડી છે. એમ કહે છે. થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે,...' કરવી પડે એમ છે. નહિતર બીજી પરિસ્થિતિ મોટી ગડબડવાળી ઊભી થતી હોય તો એ કરવી પડે છે એમ માનીને, આ કરવી પડશે એમ માનીને કરી લઈએ છીએ કે કર્યા વગર આમાં છૂટકો નથી. એટલે કર્તવ્ય છે, તો ઉદાસપણે તેમ કરીએ છીએ...’ પરાણે પરાણે તે કરીએ છીએ.
“મન ક્યાંય બાઝતું નથી...' મન ક્યાંય લાગતું નથી. એટલે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં મન લાગતું નથી. મન તો એનાથી એકદમ ઉદાસ વર્તે છે અથવા જરાપણ રસ પડતો નથી. અને કંઈ ગમતું નથી...'. ક્યાંય મન બાઝતું નથી. ક્યાંય ગમતું