________________
ગુજહૃદય ભાગ-૫
એ એવું જ છે કે જેણે કાંઈપણ વૈભવ ન જોયો હોય એને વૈભવ દેખાડો તો એને એની કિમત એને સમજાય નહિ, દીપચંદજી’એ ‘અનુભવ પ્રકાશ'માં દૃષ્ટાંત લીધું છે. એક ભીલ જેવો માણસ હતો. એને એક નીલમણિ જડી ગયો. એને એમ કે કોઈ પથો સારો છે, દેખાવ સારો છે પથરાનો, લઈને કેડે બાંધ્યો. તળાવમાં પાણીમાં ન્હાવા પડ્યો તો આખું તળાવનું પાણી લીલા રંગનું દેખાય. પ્રકાશ... પ્રકાશ... લીલો પ્રકાશ પથરાઈ ગયો હોય પાણીમાં એવો નીલમણિનો પ્રકાશ પાણીની અંદર થવા માંડ્યો. કોઈ ઝવેરી હતો એને ખ્યાલ આવી ગયો કે એના શરીર ઉપર કપડા પૂરા નથી. આ માણસની પાસે નીલમણિ ક્યાંથી આવી ગયો ? એટલે (એને કહ્યું), હું તને લે આટલું આપું. એમ કરીને એની પાસેથી લઈ લે છે. એટલે જેને કિમત છે એ ખરીદી લે છે. પેલાને તો ખબર નથી કે ક્યારે એ પથરાનો ઘા કરશે. કોઈ પક્ષીને ઉડાડવા એ તો ઘા કરે કે આ કાંકરો મારો. એવું થાય.
એવી પરિસ્થિતિ વર્તમાનમાં આ કાળમાં ધર્માત્માઓની છે કે જેની અંદર ધર્મદારિદ્રતાને લઈને, ધર્મ અને ધર્માત્માનું મૂલ્યાંકન જીવોને હોતું નથી. અને ‘શ્રીમદ્ભુ’ જેમ ઝવેરી બજારમાં બેઠા બેઠા મજૂરી કરે છે એવી પરિસ્થિતિમાં સમય નીકળી જાય છે. ૩૬૬ (પત્ર પૂરો) થયો. બહુ લાક્ષણિક રીતે પરિસ્થિતિનું વર્ણન કર્યું છે.
૪૩૪
પત્રાંક
૩૬૭
મુંબઈ, વૈશાખ વદ ૧, ગુરુ, ૧૯૪૮
·
આપનું પત્ર પ્રાપ્ત થયું.
ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો.
નમસ્કાર પહોંચે.