________________
૪૩૨
રાજહૃદય ભાગ-૫ પણ નથી. તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે.' એવા બધા વિચિત્ર સંયોગો ઊભા થયા છે કે પરાણે પરાણે જોડાઈએ છીએ. એ કુદરતી પરિસ્થિતિમાં વર્તીએ છીએ. હરિઇચ્છા એટલે અહીંયાં કુદરતને આધીન. એવી રીતે છે.
મુમુક્ષુ :- છેલ્લા થોડાક પત્રોમાં હરિ... પૂજ્ય ભાઈશ્રી – હા, બંધ કરેલું, પાછું અહીંથી શરૂ કર્યું છે થોડું, કોઈ વાત આવી છે. આ પૂર્ણકામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. એમના ઉપરના પત્રથી પત્રાંક૩૫૯) શરૂ કર્યું છે. કોઈપણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું વળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું. તેને સર્વ સુખરૂપ છે, જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી, હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે' એ સોભાગભાઈએ પોતે લખ્યું છે કે એમણે થોડું સમાધાન કર્યું છે પણ એમાં હરિઇચ્છાને વચ્ચે રાખી છે. એટલે પાછી એ વાત ઉપર એમણે શરૂઆત કરી કે હરિ તો એવા હોવા જોઈએ કે જેને કોઈ ઇચ્છા જ ન હોય. પૂર્ણકામતાવાળા હરિ. એક બાજુ હરિઇચ્છા કહેવી અને બીજી બાજુ હરિને ઈચ્છા વગરના સ્વીકારવા જોઈએ. એ વાત એમણે પાછી ચર્ચામાં લઈ લીધી છે. આડકતરી રીતે એ વાત લીધી છે. એટલે અહીંયાં પણ એ વાત થોડી નાખી છે.
નિરૂપમ એવું જે આત્મધ્યાન, તીર્થકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે.. જે આત્મધ્યાન તીર્થંકરાદિકે કર્યું. શ્રેણી માંડી, કેવળજ્ઞાન લીધું એવું જ ધ્યાન છે એ આશ્ચર્યકારક છે. એમનો ઉપયોગ જ બહાર ન નીકળ્યો. “વચનામૃતમાં એક વાત લીધી છે કે ધન્ય તે ઘડી છે કે જ્યારે ઉપયોગ અંદર ગયા પછી બહાર આવશે જ નહિ હંમેશને માટે, એ ધન્ય પળ છે. એ ધન્ય સમય છે કે ઉપયોગ બહાર જ નહીં આવે. તે પરમ આશ્ચર્યકારક છે. કેમકે એ વખતનો પુરુષાર્થ, એ વખતનું સ્વસંવેદન અને એ વખતનું આત્મસ્વભાવમાં ઉપયોગનું ચોંટી જવું, ઉપયોગનું ઊંડા ઊતરી જવું અને ઊંડે ઊંડે એટલો ઉપયોગ ચાલ્યો જાય કે પછી બહાર નીકળવાનો કોઈ પ્રસંગ રહેતો નથી.
એ દશા પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. તીર્થકરો વિચરતા હતા એ કાળ પણ એવો કોઈ વિશિષ્ટ પ્રકારનો હતો, જેમાં અંતર-બાહ્ય ધર્મની પ્રભાવના વિશેષ (થાય એવા અનેક જીવો હતા. એવો આશ્ચર્યકારક (કાળ)