________________
૪૦
રાજહૃદય ભાગ-૫
આ પ્રસંગ છે તો કહે છે, અમે પણ અમારી મર્યાદામાં આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. તમને પણ કેટલીક મર્યાદામાં રાખવા ઇચ્છીએ છીએ. તમને એ રીતે અમે મદદ કરવા માગતા નથી કે જેથી તમારો જે સંયોગ ઉપરનો આધારબુદ્ધિનો ભાવ છે એ વધારે દઢ થઈ જાય એવું અમે કરવા ઇચ્છતા નથી. એમાં તો પ્રતિબદ્ધતા આવશે. આત્માને પ્રતિબંધ થશે. જ્ઞાનને પ્રતિબંધ કહો, આત્માને પ્રતિબંધ કહો, એક જ વાત છે.
પ્રશ્ન – આજીવિકા તો ચારિત્રમોહમાં જાય એમાં દર્શનમોહ વચ્ચે ક્યાંથી આવ્યો?
સમાધાન :- એટલે શું આધારબુદ્ધિથી. જ્ઞાની આજીવિકાની પ્રવૃત્તિ પૂર્વકર્મ અનુસાર કરે છે તો એ જુએ છે કે પૂર્વકર્મ આ પ્રકારે નથી. પૂર્વકર્મનો ઉદય તો લાવ્યો લવાતો નથી, કાઢ્યો જતો નથી, તો પૂર્વકર્મનું જ્ઞાન કરી લે છે કે, આપણા કરેલા અપરાધને હિસાબે આ પરિસ્થિતિ છે, પણ એની આધારબુદ્ધિથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી કે આજીવિકાના આધારે હું જીવું છું એ વાત એને નથી.
મુમુક્ષુ :- ત્યાં દર્શનમોહ ઉભો થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- ત્યાં ઊભો થાય છે. આત્માના આધારે દર્શનમોહની નિવૃત્તિ છે અને રાગ અને રાગના વિષયભૂત પદાર્થોથી આત્માને દર્શનમોહની આવૃત્તિ છે. આવૃત્તિ કહો કે આવરણ કહો. એમ આવૃત્તિ અને નિવૃત્તિને આધારબુદ્ધિ સાથે સીધો જ સંબંધ છે. કેમકે સ્વરૂપ નિર્ણયના કાળમાં કેવો આત્મા નિશ્ચિત થયો ? કે હું નિરાલંબ, નિરપેક્ષ પદાર્થ છું. કોઈના આધારની મને જરૂર નથી. મારી અનંત જીવત્વશ્યક્તિથી હું અનાદિથી જીવતો રહ્યો છું, અનંત કાળ જીવતો રહેવાનો છું, કોઈના આધારની મને જરૂર નથી. શરીરના આધારની જરૂર નથી. પછી શરીરના નભવાના જે સાધનો છે–અનાજ, પૈસા, પાણી વગેરે એનો તો પ્રશ્ન જ નથી. શરીર વિના હું જીવું છું. મારી જીવત્વશક્તિથી જીવું છું અને એ જીવત્વશક્તિના પ્રાણ છે જ્ઞાન ને દર્શન, એ એના પ્રાણ છે. જ્ઞાન અને આનંદ એના પ્રાણ છે.
મુમુક્ષુ :- નિર્ણય વખતે જે આત્માનું લક્ષ બંધાણું એ લક્ષ છૂટતું નથી.
પૂજ્ય ભાઈશ્રી :- એ લક્ષ છૂટતું નથી. લક્ષમાં આવો જ છું, એ લક્ષ નથી છૂટતું. લક્ષનો વિષય છે કે હું આવો જ છું-એ નથી છૂટતું. એટલે ગમે તે હાલતમાં એ હાલકડોલક થતા નથી. એને આધાર પોતાનો મળે છે. ઘણાને તો એકલા સંયોગનો આધાર છે અને એ આધાર ખસી જતો દેખાય છે. એટલે એનું સર્વસ્વ જાણે ખસી