________________
૪૩૮
ચજહૃદય ભાગ-૫
વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. અહીંયાં દર્શાવરણીય એટલે દર્શનમોહ લેવો. “જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે....એટલે આ જે લોકો કાંઈ ચમત્કારથી, કાંઈ રિદ્ધિ-સિદ્ધિથી કાંઈ અમને ભાવ બતાવી દે, કાંઈ અમને આશીર્વાદ આપી દે, કાંઈ અમારા ચોપડામાં ઓમ કરી દે તો થાય, અમારા ઘરે પગલા કરે તો પૈસા મળે, અમારા ઉપર હાથ મૂકે તો અમને લાભ થઈ જાય, અમને કાંઈ વાંધો ન આવે. આવા જ પ્રકારના જે જ્ઞાનીને વિષે, જ્ઞાનીના નિમિત્તે જે ધનાદિની વાંછા કરે છે તેને વિશેષપણે, તીવ્રપણે દર્શનમોહનો બંધ થાય છે. એવા જીવને આત્મજ્ઞાનથી દૂરની દશા થઈ આવે છે. એ તત્ત્વની નજીક ન આવી શકે.
પ્રશ્ન - એ કેવા પ્રકારનું મિથ્યાત્વ કહેવાય ?
સમાધાન - ગૃહીત મિથ્યાત્વ કહેવાય. અન્યમતમાં એ જ છે ને. ભગવાનને, ગુરુને, શાસ્ત્રને-એના શાસ્ત્રને માનીને, પૂજીને એ લોકો એ જ ઇચ્છે છે. એટલે તો “ોડરમલજી એ કહ્યું, શ્વેતામ્બર સ્થાનકવાસીમાંથી અધ્યાત્મ ચાલ્યું ગયું તો એ અન્યમત જેવું થઈ ગયું છે. કેમકે એ લોકો પણ અનેક પ્રકારે જે ઈચ્છે, એમ આ લોકો પણ બધું એમ જ ઇચ્છે છે. જોકે અત્યારે તો દિગમ્બર સંપ્રદાયમાં એ જ દશા થઈ ગઈ છે.
મુમુક્ષુ :- છત્ર ચડાવવું... - પૂજ્ય ભાઈશ્રી :- એ લોકો પણ છત્ર ચડાવીને આમ કરશે. મુનિ મહારાજો પાસે દોરા, ધાગા ને તાવીજ ને બધું ત્યાં પણ ચાલે જ છે. એ બધું ગૃહીત મિથ્યાત્વનો તીવ્ર દર્શનમોહનો પ્રકાર છે અને તીવ્ર દર્શનમોહ એટલે આત્માથી ઘણું દૂર જવું એનું નામ તીવ્ર દર્શનમોહ છે.
ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે' એટલે ગુરુદેવ ચોખવટ કરતા કે આ લાકડીમાં કાંઈ જાદુ નથી. કોઈ એવી રીતે અમારી માટે વિચાર કરતું હોય તો એવું કાંઈ છે નહિ, એ બધું હમ્બગ છેખોટી અફવા છે. આમાં કાંઈ છે નહિ, ઘણા ચોરી જાય છે. એ-જ્ઞાની એટલા માટે સ્પષ્ટતા કરતા કે એવો કોઈ સામા જીવને ખોટો પ્રતિબંધ થાય એમ ન વર્તે. પોતા થકી એને નુકસાન થાય, દર્શનમોહનો પ્રતિબંધ ઉત્પન ન થાય એમ વર્તે છે. ઉત્પન્ન થાય એમ ન વર્તે.