________________
પત્રાંક–૩૬૫
૪૨૯ ૩૬ ૫. શ્રી સોભાગભાઈ'. “આજે પતું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે.' ધંધાનું કામકાજ પ્રવૃત્તિ વધારે રહે છે. પ્રાણવિનિમય' નામનું મેમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે. કોઈ મેસુમેરિઝમનું પુસ્તક છે. આગળ વાંચી ગયા છે. એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી;” સામાન્ય રીતે માનસિક પરિસ્થિતિ ઉપરના આવા પુસ્તકો હોય છે, સાહિત્ય હોય છે અને લોકોને એમાં આશ્ચર્ય લાગે છે પણ એમાં કોઈ મોટી આશ્ચર્યકારક વાત નથી.
તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. એવું ન બને એવું પણ છે. અંદર કેટલીક વાત એવી છે. એટલે એ સાહિત્ય વાંચીને એનું પોતે ટુંકામાં માપ કાઢી લીધું છે. પોતાના વિશેષ જ્ઞાનથી એનું માપ કાઢી લીધું છે. હવે એ પ્રત્યે કેવો અભિપ્રાય છે એ સ્પષ્ટ કરે છે.
જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે. આત્માનું જેને ધ્યેય નથી અને લોકો પ્રત્યેનું કાંઈ પ્રયોજન છે, માનનું કે અર્થ–પૈસાનું, એને એ વાત ઉપયોગી છે. પણ જેને આપણા જેવાને કે જેને આત્માપણું આત્મામાં કરવું છે એને એ વાત ઉપયોગી નથી. આપણા કામની આ વાત નથી. ભલે ગમે તે વાત હોય એનો સરવાળો ત્રણ લીટીમાં, અઢી લીટીમાં આપી દીધો. પણ આપણા માટેની આ કોઈ ઉપયોગી વાત નથી. ઉપેક્ષા કરવા જેવી વાત છે. - “અમને તો તે પ્રત્યે લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી...' એ વિષયમાં કોઈ વિશેષ તમને લખવાની ઇચ્છા પણ થતી નથી. “અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. કેમકે અમને એની જરાપણ ઇચ્છા નથી. એટલે ભલે એ સંબંધીમાં ઉપયોગ કામ કરતો હોય તોપણ કાંઈ અમારે લખવાની ઇચ્છા નથી. કેમકે એ કામની ચીજ નથી, નકામી ચીજ છે. લોકોને ભલે ઘણો મહિમા લાગે, અમારી દૃષ્ટિએ એ નકામી ચીજ છે.
અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. અંદરમાં સમાધિ છે. બહારમાં અનેક પ્રકારના બંધનને લઈને પ્રતિબદ્ધતા એટલે બાહ્ય કાર્યોના બંધનને લઈને પ્રતિબદ્ધપણું વર્તે છે. એટલે એ બંધન અનુસાર પ્રવૃત્તિ વર્તે છે. એ બંધનથી વર્તે છે, પરાણે કરવું પડે છે, બંધાઈને કરવું પડે છે. એ વાત લગભગ દરેક પત્રમાં પોતે લખે છે. પછી ૩૬ પત્ર થોડો વિસ્તારથી છે.