________________
પત્રાંક - ૩૬૪
મુંબઈ, વૈશાખ સુદ ૯, ગુરુ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે.
કઈ હાલ જ્ઞાનવાત લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો.
{
તા. ૧૨-૧૨-૧૯૮૯ પ્રવચન ન. ૧૦૩
પત્રાંક - ૩૬૪ થી ૩૬૭
bud
“હૃદયરૂપ શ્રી સુભાગ્ય, અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. લગભગ બધા પત્રોમાં જે વાત પરિણમનમાં ચાલી રહી છે એ વ્યક્ત કરી છે. કિંઈ હાલ જ્ઞાનવાત લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો.
મુમુક્ષુ :- અત્ર સમાધિ છે, બાહ્યોપાધિ છે, સામેસામું છે.
પૂજ્ય ભાઈશ્રી :- સામેસામું છે. અંદરમાં સમાધિ વર્તે છે. બહારમાં ઉપાધિનો પ્રસંગ ઘણો છે. તમે કાંઈ જ્ઞાનવાર્તા હમણાં ઓછી લખો છો તો લખશો એમ કરીને એ વિષય ઉપર આમંત્રણ આપ્યું છે.
મુમુક્ષુ :- બાહ્ય ઉપાધિ હોવા છતાં પુરુષાર્થ અટકતો નથી.
પૂજ્ય ભાઈશ્રી - નહિ. પુરુષાર્થ વિશેષ જોર કરે છે. ખરેખર તો. એ આવશે, પુરુષાર્થ ઘણો વિશેષ, જોરદાર છે. આગળ તો એક પત્રમાં એ વાત એમણે લખી