________________
૪૨૮
ચજહૃદય ભાગ-૫ નાખી છે. ૩૩૯ માં લખ્યું છે ને ચિત્ત જરાય પ્રવેશ કરતું નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સજ્ઞાનને વિષે જ રુચિ રહે છે, બીજું કાંઈ કરવામાં આવતું નથી. ૩૩૪માં એ વિશેષપણે છે. “ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગો અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. જ્ઞાની ઘણા થયા છે તો પણ અમારી પરિસ્થિતિમાં હોય એવા થોડા થયા છે. તીવ્ર પુરુષાર્થી ધર્માત્માઓ પણ ઓછી સંખ્યામાં હોય છે.
મુમુક્ષુ :- ઉપાધિ સમાધિનું આવ્યા જ કરે છે.. - પૂજ્ય ભાઈશ્રી :- હા, લગભગ બધા પત્રમાં છે. ઉપાધિ છે અને સમાધિ છે બને વાત છે. ૩૬ ૧માં છે, ૩૬ ૨ છે, ૩૬૩માં છે. બધામાં એ વાત છે. ૩૬૪માં તો “સોભાગભાઈને ખાલી કોઈ જ્ઞાનવાર્તા લખવા માટે સૂચના કરી છે. ટૂંકો પત્ર છે.
પત્રક ૩૬૫
મુંબઈ, વૈશાખ સુદ ૧૧, શનિ ૧૯૪૮ આજે પતું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે.
પ્રાણવિનિમય' નામનું મેગેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતા અનુમાનથી લખી છે. તેમાં . કેટલીક અસંભવિતતા છે.
જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે.
સસ્વરૂપપૂર્વક નમસ્કાર.