________________
પત્રાંક-૩૬૩
૪૨૫ ૩૬૩. શ્રી સોભાગ્યભાઈ (ઉપરનો પત્ર છે). “હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વત્ય કરે છે. એક પછી એક સંયોગની અંદર ઘણી ઉપાધિ કરવી પડે એવી પરિસ્થિતિ જોરદાર વર્તે છે. “વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે. એટલે ભલે ઉપાધિ ઘણી છે તોપણ સર્વ પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાતનું વિસ્મરણ થતું નથી. એવું બરાબર પરિણામ, ધારણા એટલે એવું ધારણ કરીએ છીએ. ધારણા એટલે ધારણ કરવું એને ધારણા કહે છે. એવું અમે ધારણ કર્યું છે કે અમારી ધીરજ ખોઈને અમે કોઈ કામ કર્યા નથી.
પ્રશ્ન :- ધીરજ રાખવી એટલે ?
સમાધાન – ધીરજ રાખવી એટલે ઉતાવળે અધીરજથી ઘણી તીવ્રતા પકડીને કોઈ કામમાં જાતા નથી. ઊલઝીને પડતા નથી.
અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જાળમાં પરમાર્થ વિસર્જન કરાય એમ જ વર્તવું. એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.... જુઓ હવે એ સાક્ષાત પરિણમન છે. પણ “સોભાગભાઈને પત્ર લખે છે એટલે એક પૂર્વ ભૂમિકાનો અહીંયાં નિર્દેશ કરે છે કે જીવને એવો એક દઢ નિશ્ચય હોવો જોઈએ કે આવો વ્યવહાર કરતા તો અનંત કાળ ગયો. જે તે પ્રસંગ પડે છે એ પ્રસંગમાં તો અનંત કાળ વ્યતીત કર્યો છે. તો તેની જાળમાં.” જુઓ !
જંજાળ” શબ્દ વાપર્યો. એ લપ છે એક જાતની. જાળ એટલે એ લપ છે. એ અરુચિનો. વિષય છે એને જંજાળ કહે છે. તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ
જ વર્તવું.... અને એમ વર્તવા માટે એનો દઢ નિશ્ચય હોવો જોઈએ અને એ દઢ. નિશ્ચય ત્યારે થાય છે કે એની કિમત ચાલી જાય છે ત્યારે. જીવને જ્યાં સુધી સંયોગોની અનુકૂળતાની કિમત હોય ત્યાં સુધી પ્રતિકૂળતાની ચિંતાને એ છોડી શકે નહિ. એ તો એક સિક્કાની બે બાજુ જ છે. એટલે એની કિમત ખોવે તો જ એ બધા જંજાળી પ્રસંગોની અંદર પોતે પોતાના પરમાર્થ તત્ત્વનું વિસ્મરણ ન કરે અથવા એ બાજુની પ્રયત્ન દશાનું વિસર્જન ન કરે. નહિતર વિસર્જન થઈ જાય. ભૂલી જાય. જે કહે છે ને માણસ કે આ બધી વાત સારી છે ને સમજાય છે પણ ભૂલી જવાય છે. જેવા કામકાજમાં લાગી જઈએ છીએ, વ્યવહારમાં લાગી જઈએ છીએ કે બધું ભૂલી જઈએ