________________
પત્રક–૩૬૨
ભય લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી :– ભાન ઉ૫૨ છે. વસ્તુસ્થિતિ, સત્યસ્વરૂપ એનું ભાન કરવાવવા માટે સત્સંગ છે, સતુશાસ્ત્ર છે એ બધું એને માટે છે. અને ભ્રમ પાછો બહુ દૃઢ છે. ભ્રમને કાઢવો મુસીબત પડે એટલો બધો દૃઢ છે. એટલા માટે એનો પરિશ્રમ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે.
૪૨૩
એટલે (કહે છે), જેને ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ..' એવું અનુભવજ્ઞાન ઉત્પન્ન થઈ તેમાં અહંપ્રત્યયીબુદ્ધિ...' તે અન્ય ભાવમાં હું કરું છું અથવા ભોગવું છું અથવા તેમાં હું વ્યાપું છું. એવો જે અનુભવ. બુદ્ધિ એટલે અનુભવ તે વિલય પામે છે.' એવો અનુભવ એને થતો નથી કે આ રાગ મેં કર્યો એવો અનુભવ નથી થતો. રાગ થતો જણાય છે પણ કર્તા, કારયિતા અને અનુમંતા ત્રણેમાંથી એકેય થતો નથી. એવો અનુભવ વર્તે છે. કહેવામાત્ર નથી, બોલવામાત્ર નથી, અરે..! એવો વિકલ્પ કરવામાત્ર એ વાત નથી, પણ એવો અનુભવ વર્તે છે. એને જ્ઞાનીની દશા કહેવામાં આવી છે.
મુમુક્ષુ :- અહંપ્રત્યયીબુદ્ધિ. શબ્દરચના પણ કેવી છે.
પૂજ્ય ભાઈશ્રી :- અહં પ્રત્યયી બુદ્ધિ. અહં થાય એવી બુદ્ધિ. અહંપણું પ્રેરાય એવી બુદ્ધિ. એવી બુદ્ધિ જ એને થતી નથી, એ વિલય પામી ગઈ છે, નાશ પામી ગઈ છે. એ તો એકદમ પ્રકાશમાં આવી ગયા છે. જ્ઞાનનો, સમ્યક્ત્તાનનો એવો પ્રકાશ છે કે પોતે પોતામાં છે, પોતે પોતામાં પૂર્ણ સુખ આદિ સર્વ ગુણોથી સંપન્ન છે, જેમાં કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. અને બહા૨માં પોતાથી બહાર જેટલું કાંઈ
છે એમાં પોતાને કાંઈ લાગતુંવળગતું નથી, જરાપણ લાગતુંવળગતું નથી. બસ ! પછી વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? શંકા શી ? કોઈ વાત શી બીજી ? પછી અને કોઈ વાત નથી.
એવું જે આત્મભાન તે વારંવાર.. એટલે સતતપણે ઉજ્જવળપણે વર્ત્યા કરે છે...' આ પોતાની હવે વાત કરે છે. આવું જે આત્મભાન તે અમને સારી વર્તે છે. ઉજ્જવળપણે વર્તે છે એટલે સારી રીતે વર્તે છે, સ્પષ્ટપણે વર્તે છે. એટલે મૃત્યુ આદિનો ભય અમને નથી. એમ કહે છે. નિત્યપણું પ્રાપ્ત કરી લીધું છે. અનિત્ય એવા મનુષ્યઆયુના કાળમાં નિત્યપણું અમે પ્રાપ્ત કરી લીધું છે. એવું જે આત્મભાન તે