________________
૪૨૧
પત્રાંક-૩૬૨ એના ભાનમાં આવ્યા ત્યારે એ પદ હતું એમ સિદ્ધ થાય છે. નહિતર એ તો નહીં હોવા બરાબર છે.
ખરું આત્મભાન થાય છે. આ પણ જ્ઞાનીની દશા લીધી. જેને ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ...” આ “સમયસારનો કર્તા-કર્મ અધિકાર'. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું...” રાગાદિ ભાવનો હું અકર્તા છું. ‘એવો બોધ ઉત્પન્ન થઈ અહંપ્રત્યયીબુદ્ધિ અહંમપણાની જે બુદ્ધિ તે વિલય પામે છે.” કેમકે એ પ્રત્યક્ષપણે પોતે પોતાના સ્વભાવ પરિણામનો કર્યા છે એવો અનુભવગોચર કરે છે. એવું પ્રતિભાસે છે એટલે એવો અનુભવ કરે છે કે હું મારા જ્ઞાનાદિ સ્વભાવ પરિણામનો કર્તા છું અને જેવા સ્વભાવ પરિણામનો કર્તા છું એવો મારો સ્વભાવ છે. તેથી મારા સ્વભાવ પરિણામને હું કરું છું. જેવા વિભાવ પરિણામ થાય છે એવો કરવાનો મારો સ્વભાવ નથી અને મારા સ્વભાવથી હું છૂટ્યો નથી. તેથી હું એ ભાવને કરું છું એવો મને અનુભવ જ નથી થતો, એમ કહે છે. મને એવો અનુભવ નથી થતો કે એ ભાવને હું કરું છું. આ જ્ઞાનીનો શાનદશાનો અનુભવ છે.
મુમુક્ષુ - રાગથી ભિન.
પૂજ્ય ભાઈશ્રી :- અન્યભાવનો એટલે રાગાદિથી ભિન્ન, ક્રોધાદિથી ભિન. સર્વ વિભાવ પરિણામથી ભિન્ન પડ્યો. કેમકે કર્તાપણું અભિન્ન પદાર્થને વિષે હોય છે. અથવા કર્તાપણું વ્યાપ્ય-વ્યાપક ભાવે અનુભવગોચર થાય છે. તો જ્ઞાનીની દશામાં જ્ઞાનીને જે ચારિત્રમોહનો રાગાદિ વિભાવ થયો એમાં પોતાની વ્યાપ્તિનો અભાવ જુએ છે. પોતે પોતાના સ્વભાવમાં અને સ્વભાવ પરિણામમાં વ્યાપેલો અનુભવગોચર થાય છે. રાગાદિ વિભાવમાં પોતે વ્યાપે છે એવો અનુભવ એને થતો નથી. બાપ્તિથી ભિન્ન પડાય છે.
" મુમુક્ષુ જીવને પણ જ્યાં ભેદજ્ઞાનનો પ્રયત્ન અથવા પ્રયોગ કરવો છે ત્યાં એને એ પ્રયોગ વ્યાપ્તિથી કરવાનો રહે છે કે હું ક્યાં વ્યાપું છું ? મારા જ્ઞાનમાં હું વ્યાપું છું? કે હું રાગમાં વ્યાપું છું? અનાદિથી રાગમાં, વિભાવમાં વ્યાપું છું એવા અનુભવને લીધે હું જ્ઞાનમાં વ્યાપ્તો નથી એવો અનુભવ વર્તે છે. જેને જ્ઞાનાદિ ભાવમાં હું વ્યાપ્યવ્યાપક ભાવે રહેલો છું એવો અનુભવ થાય, એવો પ્રતિભાસ થાય એને રાગાદિમાં