________________
પત્રાંક–૩૬૨
૪૧૯
અર્થનું સ્પષ્ટીકરણ આપ્યું છે. એટલે ઈશ્વરકર્તાના વિષયમાં જેમને શ્રદ્ધા છે એ સમજી લે પોતાની વાત કે આ વાત આપણે આપણી સમજણ સાથે કેટલી મેળ ખાય છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે,...' એ જ પત્રમાં. તે એવા આશયથી લખ્યું છે.' એનો પણ આશય ખોલે છે. કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે.' એટલે કે પોતાનું મૃત્યુ થવાનું નથી, પોતે શાશ્વત પદાર્થ છે એમ જાણે છે. જ્યારે કોઈ કપડું જરી જાય છે. જૂનું થાય છે અને ફાટી જાય આ કપડું હવે જીર્ણ થઈ ગયું છે, ફાટી ગયું
છે ત્યારે સહેજે બદલવાનું બને છે કે છે. આને હવે બદલી નાખો.
મુમુક્ષુ :- ત્યાં તો હોંશથી બદલાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :– નવું પહેરવાની હોંશ હોય છે. જૂનું છોડવું છે એને આ મારું જૂનું છૂટ્યું એવી કલ્પના નથી અને અહીંયાં કલ્પના કરે છે. એટલે એમને (–જ્ઞાનીને) મૃત્યુ માટે નિર્ભયપણું વર્તે છે.
ચાર સંજ્ઞામાં ભયસંશા અનાદિથી છે. એમાં મૃત્યુની જે સંશા છે, ભયસંજ્ઞા, એ તો જાણે-અજાણે પણ એનું કાંઈ કોઈ ક્લાસમાં શીખવા નથી ગયો કે મૃત્યુનો ભય કેવી રીતે લાગે ? સમજી લઈએ, જરા એને શીખી લઈએ પછી આપણને ભય બરાબર થાશે. એ અનાદિની સંજ્ઞા છે. મૃત્યુનો ભય પ્રાણીમાત્રને સૌથી વધારે ભયવાન કરે છે, દુઃખી કરે છે. ત્યારે પહેલુંવહેલું કોઈ મોટું કામ થાય છે સમ્યગ્દર્શન થતાં, સમ્યાન થતા જો કોઈ મોટામાં મોટું કામ થાય છે તો એ છે કે જ્ઞાની સર્વથા નિર્ભય થઈ જાય છે. સપ્તભય રહિત (થઈ જાય છે). જે નિર્જરા અધિકારમાં સાત ભય લીધા (એ) સાત ભયમાં કોઈ ભય બાકી રહેતા નથી પછી. સપ્તભય એટલે સર્વ ભયથી રહિત એવા જ્ઞાની હોય છે.
મુમુક્ષુ :- સાત ભયના નામ કહો ને.
गुलिय
2
પૂજ્ય ભાઈશ્રી :– સાત ભટ્ટ-આલોકભય, પરલોક ભય પછી ચોરીનો ભય પછી અરક્ષાનો ભય પછી અકસ્માતનો ભય. એવી રીતે વેદનાનો ભય, એવી રીતે સાત ભય છે. જગતમાં જે બધા ભયસ્થાનો છે એ બધા (આમાં આવી જાય છે). એમ કે પરલોકમાં મારી કેવી ગતિ થશે ? કોને ખબર છે ? હું ક્યાં જઈને પડીશ ? મારી શું સ્થિતિ થશે ? એ જ્ઞાનીને શંકા નથી પડતી. જ્ઞાની નિઃશંક છે. પોતાની