________________
પત્રાંક–૩૬૨
૪૧૭ પત્રમાં. એનો ખુલાસો, અર્થઘટન કરે છે. એ મથાળાનો અર્થ કરે છે કે અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશનું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જેને ઇચ્છા નહિ થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. સર્વજ્ઞતા લીધી છે ને ! તો એવું જ્ઞાન વર્તે છે તેવું જ બાહ્યમાં વર્તન વર્તે છે, એમ કહે છે. જેમકે પર પદાર્થમાં સુખની ગંધ પણ નથી તો પર પદાર્થની કોઈ પ્રવૃત્તિ કરતા નથી. એટલા નિઃસ્પૃહ થઈ ગયા છે કે સર્વજ્ઞને પર પદાર્થ સંબંધીની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. અંતર-બાહ્ય સંપૂર્ણ સમાધિદશા વર્તે છે. એટલે પૂર્ણકામપણાનો આશય એ છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, સંપૂર્ણજ્ઞાન છે તે જ પ્રમાણે શબ્દાદિક વ્યવહારિક પદાર્થને વિષે નિસ્પૃહપણું વર્તે છે. શબ્દાદિક એટલા માટે લીધું કે સર્વજ્ઞની વાણી છે એમાં પણ એમને ઇચ્છા નથી. પૂર્ણકામ છે. નિરિચ્છિક વાણી છે.
મુમુક્ષુ :- વાણી પણ મૌનપણાને ભજે છે. - પૂજ્ય ભાઈશ્રી - વાણી મૌનપણાને ભજે છે પણ માનો કે ભગવાનને વાણી છે. સર્વજ્ઞ છે એમને સમવસરણમાં વાણી થાય છે. તો શબ્દદિક વિષયને વિષે એમને ઇચ્છા થઈ ? કે નહિ નિરિચ્છિક વાણી છે. ઇચ્છા વિના વાણી નીકળી છે. તેથી જે આ શાસ્ત્રોની રચના જોવામાં આવે છે જેમાં) હે ગૌતમ (કહીને સંબોધન કરે છે તે યથાર્થ નથી). (ભગવાન અરિહંતને) કોઈપણ પર પદાર્થ પ્રત્યે ઇચ્છાએ કરીને પ્રવૃત્તિ થાય એવું બને નહિ. પછી આહાર લાવવો, દવા લાવવી એ બધો તો પ્રશ્ન અમસ્તો પણ રહેતો નથી. વાણી પણ નથી એમની. એમ છે.
એટલે જે પ્રમાણે શાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષે નિસ્પૃહપણું વર્તે છે.' જરાપણ સ્પૃહા હોય નહિ. એની પ્રવૃત્તિ પણ હોય નહિ. આત્મસુખે કરી પરિતૃપ્તપણે વર્તે છે.' એનું નામ તૃપ્તપણું છે. આમ શું છે વિશેષણ ઇચ્છાનું લીધું છે. કોઈને અર્થ કરવામાં તકલીફ પડે એવું છે. પૂર્ણકામપણું. ખરેખર તો પૂર્ણ સુખ, પૂર્ણ સુખ છે. એટલે સુખનું પૂર્ણ તૃપ્તિપણું છે. અતિથી તો પરિપૂર્ણ તપ્તિ છે. નાસ્તિથી કહીએ તો ઇચ્છાનો અભાવ છે. ઇચ્છાનો નાશ છે, એમ એક જ પરિણામને અસ્તિ-નાસ્તિથી કહી શકાય