________________
૪૧૬
હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે.
ચજહ્રય ભાગ-૫
પત્રાંક - ૩૬૨
મુંબઈ, વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૪૮
અત્ર આત્મતા હોવાથી સમાધિ છે.
અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે શાનનું પ્રકાશવું છે. તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ શાનનું લક્ષણ છે.
જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે.
ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે.
એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં અત્ર સમાધિ છે.
સમાધિરૂપ
૩૬૨. ‘હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે.' આત્મામાં આત્માપણું વર્તતું હોવાને લીધે ભાવમાં સમાધિ વર્તે છે. અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું....' ચૈત્ર વદ ૧૨ના જે પત્રમાં મથાળું બાંધ્યું છે. ૩૬૦