________________
૪૧૪
રાજહૃદય ભાગ-૫
- પૂજ્ય ભાઈશ્રી :– વિશ્વાસ નથી આવતો તો બીજો ઉપાય નથી. ન વિશ્વાસ આવતો હોય તો એવી યોગ્યતાને માટે એ પણ સ્વતંત્ર છે. કોઈને પરાધીન તો કરી શકાતા નથી. એટલે વિચાર તો આપણે પોતે પોતા માટે કરવાનો છે. પોતા માટે પોતાને વિચાર કરવાનો છે. જગત તો જગતની રીતે ચાલવાનું જ છે. આ જીવ પણ. અનંત વાર ઊંધો ચાલ્યો છે. એકવાર સીધો નથી ચાલ્યો. અનંતવાર ઊંધો ચાલ્યો છે. એકવાર સીધો ચાલે તો એનો બેડો પાર થઈ જાય. એવું પોતે કરી બેઠો છે અત્યાર સુધી. હવે એ વાતની કોઈ ગંભીરતા સમજાય, એનું નુકસાન સમજાય તો પોતે પોતાની રીતે પોતાની પરિસ્થિતિ ઠીક કરી લે. બસ ! એટલી વાત છે. એ ૩૬૦ પત્ર પૂરો) થયો.
પત્રક - ૩૬૧ મુંબઈ, વૈશાખ સુદ ૩, શુક્ર (અક્ષયતૃતીયા), ૧૯૪૮ ને ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી છે સ્થિતિની છે, તથાપિ સમાધિ વર્તે છે."
૩૬૧. એ એક જ લીટીનો પત્ર છે. ભાવ સમાધિ છે. “સોભાગભાઈને લખે છે. ભાવસમાધિ છે. કેમકે એ સ્પષ્ટતા કરે છે ભાવસમાધિ અને દ્રવ્યસમાધિ. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે; તથાપિ સમાધિ વર્તે છે. ઉપાધિ ઘણી છે એમ કહેવું છે. ભાવસમાધિને એકવાર ગૌણ કરી નાખે એવી જોરદાર ઉપાધિની પરિસ્થિતિ છે. “તથાપિ સમાધિ વર્તે છે. છતાં હજી સમાધિ તૂટતી નથી. સમાધિ બરાબર વર્તે છે. એમ પોતાની જે અંતરંગ પરિણતિ છે એ પરિણતિનું