________________
૪૧૨
રાજહૃદય ભાગ-૫
પુરુષાર્થના પરાક્રમને આશ્ચર્યથી જોવામાં આવે છે, કે આપને તક તો મળી થોડી, થોડી તકમાં કામ મોટું કરી લીધું !! ૩૩ વર્ષ અને પાંચ મહિનાનું આયુષ્ય છે.
અત્યારે તો ૩૩ વર્ષે યુવાન કહેવાય. પહેલાં ૧૪-૧૫ વર્ષે કે ૨૦ વર્ષે વધુમાં વધુ ૧૮-૨૦ વર્ષે માણસ લગ્ન કરી લેતા. અત્યારે તો ૨૭-૨૮-૩૦ વર્ષ તો સામાન્ય થઈ ગયા છે. ૩૩ વર્ષ ૫ મહિનાનું આયુષ્ય છે પોતાનું. એટલા નાના આયુષ્યમાં અમરપદની પ્રાપ્તિ કરી લીધી છે. જબરદસ્ત કામ કર્યું છે ! મહાન કાર્ય પોતે કરી લીધું છે ! કરવાયોગ્ય, મનુષ્યપણામાં જે મહાન કાર્ય કરવા યોગ્ય છે, સર્વોત્કૃષ્ટ મહાનકાર્ય છે એ કરી લીધું છે.
મુમુક્ષુ :– આ સગવડ અહીંયાં જ છે. ઇ સગવડ આ ભવમાં જ છે. બીજે ક્યાંય નથી.
પૂજ્ય ભાઈશ્રી :– બીજે નથી એ વાત ચોક્કસ છે અને તેથી સમયની કિમત ઘણી છે. મનુષ્યપણાના સમયની કિમત ઘણી છે.
જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે તે અચરજની વાત છે.' થોડો સમય મળ્યો પણ કામ બહુ મોટું કરી લીધું એ એક આશ્ચર્યની વાત છે, એમ કરીને જ્ઞાનીનો મહિમા કર્યો છે.
જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય...' પોતાના સ્વરૂપસુખે કરીને જો પોતાને પરિતૃપ્તપણું વર્ત્યા ન કરતું હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.' એ હજી સુખ લેવા માટે પરિવષયમાં ઝાંવા નાખતો હોય તો એમ સમજવું કે એને અંદરથી આત્માનું સુખ, એની તૃપ્તિ એને વર્તતી નથી એ વાત નક્કી છે. આ આત્મબોધ છે કે નહિ કોઈ જીવને, એ માપવા માટેનો એક દૃષ્ટિકોણ આપ્યો છે. જો કોઈ જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય એને આત્મિક સુખે કરીને અંદરથી તૃપ્તિ ન આવતી હોય તો સમજવું કે અખંડ એવો આત્મબોધ એટલે આત્મજ્ઞાન એને નથી. એને સમજવો નહિ કે એને આત્મજ્ઞાન વર્તે છે. ભલે ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હોય, બીજું ગમે તેટલું જ્ઞાન દેખાતું હોય તોપણ એને શાન છે એમ ન સમજવું.
જીવ પોતાના ક્ષયોપશમથી ભૂલ કરે છે. જ્યારે જીવને પોતાને થોડો ક્ષયોપશમ, પરલક્ષી ક્ષયોપશમ પણ વધે ત્યારે આ જીવને કાંઈક જ્ઞાન મળ્યું, જ્ઞાનની પ્રાપ્તિ થઈ, થોડું જ્ઞાન વધ્યું એવું જ્યારે લાગે, ત્યારે બીજાના ક્ષયોપશમમાં એને વ્યામોહ