________________
પત્રાંક-૩૬૦
૪૧૧ તે અપ્રયત્ન દશામાં હોય છે. એને વિષયોથી, અનુકૂળતાથી સુખ મેળવવાનો પ્રયત્ન વર્તતો નથી. કેમકે એમાં એને સુખ નથી. એ પ્રકારનો પ્રયત્ન કરતાં પ્રત્યક્ષ આકુળતાનું વેદન થાય છે, ઊલટાનું દુઃખનું વેદના થાય છે માટે એવો પ્રયત્ન એ કરતા નથી. એક ટુકડો લીધો છે પણ બહુ સરસ વાત લીધી છે.
જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે...” શા માટે એ વિષયોમાંથી સુખ મેળવવાના પ્રયત્નવાન નથી ? કે એમને તો આત્મામાંથી, સ્વરૂપમાંથી સુખની તૃપ્તિ વર્તે છે. જે તૃપ્ત થયો એને કાંઈ આપો તો કહે. હવે મને ભૂખ નથી. જે માણસ ધરાઈ ગયો એને કાંઈ આપો તો કહે, મારે કાંઈ જોઈતું નથી. જગ્યા નથી મારે લેવાની. એમ તૃપ્તિ વર્તે છે. માટે એને વિષયો પ્રત્યેના જે પરિણામ છે એમાં ઉત્સાહ નથી આવતો, એની અપ્રયત્ન દશા છે.
પુરુષાર્થના પડખેથી જ્ઞાનીની દશાનું વર્ણન છે. જ્ઞાનીની દશાના વર્ણનમાં અનેકવિધતા જોવામાં આવે છે. એમાં કોઈવાર શ્રદ્ધાની મુખ્યતાથી જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે, તો કોઈવાર સમ્યકજ્ઞાનની મુખ્યતાથી જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે, તો કોઈવાર એના સુખ અને આનંદની અપેક્ષાથી પણ જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે. એમના પરપદાર્થ પ્રત્યેના નીરસપણાની દૃષ્ટિએ પણ એમની લુખાશ દેખાડવામાં આવે છે. અહીંયાં પુરુષાર્થની મુખ્યતાથી દેખાડ્યું કે પરપદાર્થ પ્રત્યે અપ્રયત્ન દશા, પર વિષય પ્રત્યે અપ્રયત્ન દશા એ જ્ઞાનદશાનું એક લક્ષણ છે. સાવધાની છૂટી છે, પ્રયત્ન છૂટ્યો છે.
મુમુક્ષુ :- પર વિષય પ્રત્યે અપ્રયત્ન દશા એ પોતાનો પુરુષાર્થ છે. '
પૂજ્ય ભાઈશ્રી :- હા. એને પોતાનો પુરુષાર્થ પોતામાં વર્તી રહ્યો છે, પોતાના આત્મામાંથી સુખ મેળવવા માટે પુરુષાર્થ વર્તી રહ્યો છે. તેથી વિષયોમાંથી સેખ લેવા માટેની અપ્રયત્ન દશા વર્તે છે. પ્રયત્ન કરતા નથી કાંઈ. જગતના જીવો પ્રયત્ન કરે છે, આ પ્રયત્ન નથી કરતા એમ કહે છે. પત્ર નાનો છે પણ સરસ પત્ર છે આ.
- જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે... આ મનુષ્ય આયુ. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે.’ એ આશ્ચર્યની વાત છે. ખરેખર તો મનુષ્યપણું ક્ષણિક છે, એવા ક્ષણિક મનુષ્ય આયુમાં જેણે અજરઅમરત્વ પ્રાપ્ત કર્યું, અમરપણું જેણે પ્રાપ્ત કર્યું એ જ્ઞાનીઓને, એના