________________
૪૧૮
ચજહૃદય ભાગ-૫ આત્મસુખે કરી પરિતૃપ્તપણે વર્તે છે. અન્ય સખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જુઓ ! આ જ્ઞાનનું લક્ષણ સુખ લીધું. પૂર્ણ જ્ઞાન થાય ત્યારે પૂર્ણ સુખ ઊપજે, પૂર્ણ સુખ આત્મામાંથી ઊપજે ત્યારે બીજેથી ક્યાંયથી સુખની ઇચ્છા ન થાય અને પૂર્ણ જ્ઞાન કહીએ, એને પૂર્ણ સુખ કહીએ, એને સર્વજ્ઞ કહીએ. કારણ કે સર્વજ્ઞ લીધા ને ! સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાન. જેને પૂરું જ્ઞાન થાય તેને ઇચ્છા ન થાય.
આ જગતમાં જે લોકો ઈશ્વરને સ્વીકારે છે, જગતના કર્તા, નિયંતા, પાલનપોષણ કરનારા, એ બધાનો આમાં નિષેધ આવી ગયો. કેમકે એને ઇચ્છા થઈ. ત્યાં પૂર્ણ જ્ઞાન નથી. જેનું જ્ઞાન અધૂરું છે, જ્ઞાન અધૂરું છે એટલે કે જે કેટલાક વિષયમાં અજાણ્યા છે, કોઈ કોઈ વિષયમાં જે કોઈ અજાણ્યા છે એ ભૂલ નહિ કરે એની શી ખાતરી ? અજાણ્યો તો ભૂલ કરે. એટલે જે સર્વજ્ઞ નથી તે વિશ્વસનીય નથી, વિશ્વાસને પાત્ર નથી.
જે સર્વજ્ઞ છે તે વિશ્વાસને પાત્ર છે. એટલે એને આપ્ત કહ્યા છે. આગમની અંદર જિનાગમને વિષે સર્વજ્ઞને આપ્ત કહ્યા છે એનું કારણ એ છે કે એ કોઈ વિષયમાં અજાણ્યા નથી. તેથી ક્યાંય એમના કહેવામાં એમની વાતમાં ક્યાંય અજાણપણાને લઈને પણ દોષ થવાનો કોઈ સંભવ નથી. માટે એમની સર્વ વાત છે એ માન્ય કરવા જેવી છે. પછી એમાં આ દ્વિપ, ક્ષેત્રનું માપ એટલું મોટું આવે છે કે લોકોને બેસે નહિ. દ્વિપનું, સમુદ્રનું, સ્વર્ગનું, નરકનું એ બધી વાતો એવી આવે છે. પણ એ સર્વશના જ્ઞાનમાં જણાયું છે.
સમ્યગ્દષ્ટિને એટલા માટે એ વાત ઉપર વિશ્વાસ આવે છે કે એને પોતાના સર્વજ્ઞ સ્વભાવ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા આવી છે. અને એ પૂર્ણ પ્રગટ થાય છે એવા સર્વજ્ઞ પ્રત્યે પણ એને શ્રદ્ધા આવી છે. માટે એના સર્વ આગમમાં વિશ્વાસ આવે છે. આસ્તિક્યબુદ્ધિ થાય છે. જે સમ્યગ્દષ્ટિને આસ્તિક્યબુદ્ધિ હોય છે એનું કારણ આ છે. પરમાગમ ચિંતામણી'માં એ વિષય આવે છે, “પંચાધ્યાયમાંથી એ વાત લીધી છે.
અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તેને પૂર્ણ જ્ઞાનનું લક્ષણ કહ્યું છે. એટલી વાત એમણે જે આગળ પૂર્ણકામપણું છે એવી જે મથાળું બાંધીને વાત લખી છે એના