________________
, જશાપ /
૪૨૨
રાજહૃદય ભાગ-૫ હું વ્યાપ્તો નથી એવો પ્રતિભાસ અથવા અનુભવ થાય. બંનેમાં વ્યાપ્તિનો અનુભવ કોઈને થઈ શકતો નથી, જ્ઞાની કે અજ્ઞાનીને. એક જગ્યાએ થાય. જેને રાગાદિમાં થાય તે અજ્ઞાની છે. જેને જ્ઞાનાદિ સ્વભાવમાં થાય તે જ્ઞાની છે. આમાં થાશે ત્યારે આમાં નહિ થાય. રાગમાં થાશે ત્યારે જ્ઞાનમાં નહિ થાય, જ્ઞાનમાં થશે ત્યારે રાગમાં નહિ થાય.
પ્રશ્ન :- અજ્ઞાનીને રાગાદિમાં વ્યાપું છું એવો અનુભવ થાય છે કે ભ્રમ થાય છે ?
સમાધાન :- હા. પણ એ ભ્રમ થાય છે એ એવો ભ્રમ થાય છે કે જાણે હું ખરેખર વ્યાપી જાવ છું એવો ભ્રમ થાય છે. છે એનો ભ્રમ અને ભ્રમ છે એટલે એને મિથ્યાભાવ કહેવાય છે, એને જૂઠ કહેવાય છે, એને અવાસ્તવિક કહેવાય છે. પણ એ તો જ્ઞાની કહે છે. કોણ કહે છે ? એ જ્ઞાની કહે છે. તમને ખબર છે કે અહીંયાં દોરડું પડ્યું છે એ સાપ નથી. કોઈ અજાણ્યો માણસ અંધકારની સ્થિતિ થઈ ગઈ હોય, રાત પડી ગઈ હોય અને કોઈ અજાણ્યા માણસને સર્પ લાગે અને એને ભય થાય. તે દી દોરડી ભલે સાપ ન થાય પણ એને ભય કેટલો થાય ? જેટલો સાચો સાપ સામે હોય એટલો જ એને ભય થાય. બીજી વાત જવા દો ને, આ આત્મા મરતો નથી એ વાત નક્કી છે. પોતે અત્યારે હયાત છે. આ જીવનમાં પોતે અત્યારે હયાત છે એ શું બતાવે છે ? કે પોતે કદી મર્યો નથી. મર્યો હોય તો નાશ થઈ ગયો હોય. છતાં મૃત્યુનો ભય કેવો છે ?
મુમુક્ષુ :- ત્રીસ વર્ષથી ગોખીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :- છતાં તપાસે કે મૃત્યુનો ભય કેવો છે ? કે સાક્ષાત પોતે મરી જાય છે એવો જ એને ભય લાગે છે કે હું મરી જઈશ, ખરેખર હું મરી જઈશ, મારો નાશ થઈ જશે. નાશ થતો નથી. જેને એવું ભાન વર્તે છે કે હું શાશ્વત છું એ તો જ્ઞાની છે. એ એમ કહે છે કે આ તારો ભ્રમ છે, તારું આ ખોટું છે. પણ જેને એ પરિણામ થાય છે અને સત્ય જેને અનુભવગોચર થતું નથી એને તો એ ભ્રમ છે એ જ સત્ય છે. એને તો ભ્રમ છે એ સત્ય છે અને એનું દુઃખ છે એ એટલું જ એને થાય છે. દુઃખ ઓછું નથી થતું, એમાં અનંત દુઃખ થાય છે.
મુમુક્ષુ :- રમત બધી ભાન ઉપર જ છે. કયારેય મરતો તો છે નહિ, મરવાનો