________________
૪૧૦
ચજહૃદય ભાગ-૫
જુઓ ! કેવી પદ્ધતિ લીધી છે ! કે જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે.
જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે...... (આગળના પત્રમાં) નિષેધ ન કર્યો. હરિઇચ્છાથી તમે શાંતિ રાખો છો, ઠીક વાત છે. અપેક્ષાએ એ સુખરૂપ છે. એટલે તમને એનાથી થોડી કષાયની મંદતા થશે, એથી વધારે વાત નથી. એમ કરીને અપેક્ષા, મર્યાદા બાંધી. હવે એ વાતને તરત જ બીજા પત્રમાં ખોલી કે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં પૂર્ણકામ દશા હોય, નિરઇચ્છિક દશા હોય, ઇચ્છાવાનને સર્વજ્ઞપણું હોતું નથી.
જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. આ તો જ્ઞાનીની અને સાધકદશાની વાત છે. સર્વશને તો પ્રશ્ન જ નથી કે બીજા કોઈ દ્રવ્ય-ક્ષેત્રમાં કાંઈ પ્રયત્ન કરે. જ્ઞાનીને
જ્યાં જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં એને સ્વરૂપસુખને લઈને જે તૃપ્તિ છે એને લઈને એને બીજા વિષયો પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જગતના જીવો બીજા વિષયોથી સુખ પ્રાપ્તિની પ્રયત્ન દશામાં પડ્યા છે. એ પ્રયત્ન કરીને સુખ લેવા માગે છે કે આટલી અનુકૂળતા કરું તો મને સુખ થાય. આટલી ચીજો મળે તો મને સુખ થાય, મને આવો સેયોગ હોય તો સુખ થાય, મને આટલું થઈ જાય તો મને સુખ થાય. એમ બધાને ચાલતું હોય છે.) - ત્યારે જેને જ્ઞાન થયું છે, બોધબીજ એટલે જેને જ્ઞાન થયું છે, બોધ એટલે જ્ઞાન. બીજ એટલે મૂળભૂત જ્ઞાન. જેને સાચું સમ્યકજ્ઞાન, મૂળજ્ઞાન ભલે થોડું થયું હોય, બીજ જેટલું થયું હોય, તો પણ તેને સ્વરૂપસુખ સાથે ઉત્પન્ન થાય છે. આત્મિક સુખની ઉત્પત્તિ સાથે સાથે હોય છે, એની તૃપ્તિ પણ એને વર્તે છે. અને એ તૃપ્તિને લઈને એ વિષય પ્રત્યે અપ્રયત્ન દશાએ વર્તે છે. આ એક નાસ્તિથી જ્ઞાનીની દશાનું ઉપલક્ષણ બતાવ્યું છે. - જ્ઞાની કેવા હોય ? કે વિષયોમાંથી, પર વિષયોમાંથી સુખ મેળવવાના પ્રયત્નવાન જીવો જગતમાં હોય છે એવા જ્ઞાની નથી હોતા. એને એ વિષે અપ્રયત્નદશા વતે છે. એટલે કે પૂર્વકર્મના ઉદયથી અનુકૂળતા, પ્રતિકૂળતા જે કહેવાય તે આવી પડે છે, પોતે પ્રયત્નથી એ મેળવતા નથી. એ બાબતમાં અપ્રયત્ન દશામાં છે. આ વિષયમાં એ બહુ સારો ભાવ ખેંચ્યો છે. કેમકે સોભાગભાઈ ધીરજમાં આવ્યા છે તો એ વાતને પ્રોત્સાહન આપે છે કે તમે ધીરજથી હવે વર્તો છો; તો જેને જ્ઞાન થાય છે