________________
४०८
ચજહૃદય ભાગ-૫
રાગમાં જ્યાં આત્માનો અસ્તિત્વ સ્વભાવ નથી. અસ્તિત્વ ગુણ નથી ત્યાં હુંપણું કરે
છે તે અસમ્યક અથવા વિપરીત છે. એટલે સ્વમાં સ્વપણું કરે તો ગુણ છે અને પરમાં - સ્વપણું કરે તો અવગુણ છે. સ્વપણું તો કરવાનો જ. કેમકે એ તો એનો સ્વભાવધર્મ
છે. અન્ય સ્થાનમાં–અસ્થાનમાં કરે છે તો અવગુણ ઉત્પન્ન થાય છે, સ્વસ્થાનમાં કરે છે તો ગુણ ઉત્પન થાય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. આત્મામાં આત્માપણું કર્યું. શરીરમાંથી પોતાપણું જેણે છોડી દીધું એને બધું સુખરૂપ જ છે, એને ક્યાંય દુઃખનો પ્રશ્ન નથી. એને બધું સુખ જ છે. - જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. જેને આત્મામાં ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. આ બધું પોતાને આત્માને આત્મારૂપ માન્યું છે, અન્ય તે અન્ય માન્યું છે એમાં કોઈ જેને ફેરફાર નથી, તફાવત નથી એટલે મમત્વ છૂટી ગયું છે એને ખેદ નથી. ખેદ તો કોને થાય છે ? કે જ્યાં મમતાનો વિષય છે ત્યાં કાંઈ પોતાની ધારણા અને કલ્પનાથી ફેરફાર થાય છે, આઘુંપાછું થાય છે ત્યાં જીવને દુઃખ થઈ આવે છે.
- હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દઢ રાખીને વર્તો છો. એ પણ સાપેક્ષ સુખરૂપ છે.' એ યુક્તિ લીધી છે. અન્યમતમાં આ યુક્તિ છે. હરિઇચ્છા પ્રમાણે. જે ભગવાન કરે એમાં આપણે પોતે સંતોષ માનવો. રામ રાખે તેમ રહેવું. શું કહે છે લોકો ? જેમ રામ રાખે તેમ રહેવું. રનું Aletration. ભગવાન આપણને એ સ્થિતિમાં રાખવા માગે છે તો) આપણે એ સ્થિતિમાં રહેવામાં આનંદ માનવો, શાંતિ માનવી. તો એ અપેક્ષાએ સુખરૂપ છે. એ યુક્તિ કરી છે. એમાં ટકી નહિ શકાય. કેમકે એનો આધાર પદાર્થજ્ઞાન ન રહ્યું.
જે કઈ વિચારો લખવા ઇચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા...’ એટલે પારકાપણું નથી રાખતા. એમ અમે પણ જાણીએ છીએ. હું તો મને જે વિચારો આવે છે તે બધા આપને લખી નાખું છું. હવે કોઈ આપનાથી એવું જુદાંપણું નથી. એટલી બધી આત્મીયતા આપના પ્રત્યે છે કે મને મારા બધા ભાવ જે આવે છે એ આપને લખી નાખું. તો કહે છે, એ વાત અમે જાણીએ છીએ. અમે પણ જાણીએ. છીએ કે તમને અમારા પ્રત્યે કેટલો ભાવ વર્તે છે, એ અમારા ખ્યાલમાં છે.
એ ૩૫૯ માં પત્રમાં મુમુક્ષુ જીવને મમત્વ ટાળવા માટે, મમત્વ ઢીલું થાય એ પ્રકારે પ્રયત્ન ચાલવો જોઈએ પુરુષાર્થ ચાલવો જોઈએ. જ્યાં જ્યાં પોતાને મમત્વ