________________
પત્રાંક–૩૫૯
૪૦૭ એમ લાગે છે કાંઈક આપનું વિશેષ ધીરજ રાખવાનું બળ અત્યારે વર્તે છે. * પ્રશ્ન :- ચાલતા પરિણામનું છે ?
સમાધાન – હા, ચાલતા પરિણામનું. એટલે દીનતા અને નબળાઈ ઘટી છે. સંયોગો પ્રત્યેની નબળાઈ છે, દીનતા છે એ ઘટી છે એમ જાણીને સંતોષ થયો છે.
કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું વળવા યોગ્ય છે. આ સર્વ મુમુક્ષુને લાગુ પડે છે કે કેમકે પૂરમાં, પોતાપણું એ જ અજ્ઞાન અને મિથ્યાત્વ છે અને એ જેટલું બળવાન એટલું જ અજ્ઞાન અને મિથ્યાત્વ બળવાન છે. એટલે જે કરવા યોગ્ય છે, કોઈપણ બોધથી, ઉપદેશથી, પ્રયોગથી જે કાંઈ કરવા યોગ્ય છે તે તે છે કે પરમાં પોતાપણું ટાળવું, સંયોગમાં પોતાપણું ટાળવું અથવા ટાળવાનો પ્રયત્ન કરવો. ટાળવું એટલે ટાળવાના પ્રયત્નથી ટળે છે, બીજી કોઈ રીતે ટળતું નથી. એટલે એમ કહ્યું કે કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. શરીરથી માંડીને બધા જ સંયોગોમાં લઈ જવું.
દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને આ દેહ પોતાનો નથી એને બીજી શું આપત્તિ છે ? બીજી શું વિપત્તિ છે ? હું એક જ્ઞાનપીંડ આત્મા છું. અનંત જ્ઞાનનો કંદ, અનંત આનંદનો કંદ, અનંત શાંતિનો કંદ એક આત્મા છું. દેહાદિ સ્વરૂપે હું નથી. એને પછી કોઈ ભય નથી, એને કોઈ વિટંબણા નથી.
મુમુક્ષુ :- “સોગાનીજી'માં આવે છે, “ફામિકાને નિસ્તે’ એવો શ્લોક આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. હામિનાને જિતે. વિજ્ઞાને પરમાત્માના ચત્ર ચત્ર મનો યાત્તિ, તત્ર તત્ર સમય:' આગળ “શ્રીમદ્જીએ ટાંક્યો છે. આવી ગયો છે. છે તો અન્યમતનો એ શ્લોક, પણ તત્ત્વ છે એટલે પોતે લીધો છે. વાત સાચી છે. કોનો છે એની સાથે પોતાને નિસબત નથી. તત્ત્વ છે ને. એ ટુકડો આવ્યો છે દિવ્યધ્વનિમાંથી એમ જુએ છે. પછી આગળ પાછળ પૂર્વપરવિરોધ છે એ પોતાના અજ્ઞાનને પ્રદર્શિત કરનારો ભાવ છે અને એની સાથે સુસંગત પદાર્થજ્ઞાન હોય છે તો કોઈ વિરોધ આવતો નથી, અવિરોધ રહે છે.
દેહમાં હુંપણું ન થવું. અભિમાન કોને કહે છે ? જે હું પદ કરે છે, અહમ્પણું કરે છે એને અભિમાન કહે છે. જો કે હુંપણું કરવું એ તો જીવનો સ્વભાવધર્મ છે પણ સ્વ અસ્તિત્વમાં જ્યાં હયાતી છે ત્યાં હુંપણું કરે તો તો સમ્યક છે. શરીર અને