________________
પત્રક - ૩૫૯
* મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૯૪૮ . હૃદયરૂપ સુભાગ્ય,
આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે.
પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે, એમ જાણી સંતોષ છે.
કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. હું દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ
નથી તેને ખેદ સંભવતો નથી, હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો કરો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જે કંઈ વિચારો લખવા ઇચ્છા થાય છે તો તે લખવામાં ભેદ નથી રાખતા એમ અમે પણ જાણીએ છીએ.
તા. ૧૧-૧૨-૧૯૮૯ પ્રવચન નં. ૧૦૨
પત્રાંક – ૩૫૯ થી ૩૬૩
શ્રીમદ્ રાજચંદ્ર (ગ્રંથ), પત્રાંક ૩૫૯, પાનું ૩૨૬. “હૃદયરૂપ સોભાગ્ય. આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે. પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણી સંતોષ છે. પ્રતિકૂળ સંયોગોમાં જે અધીરજ થાય છે એ ધીરજબળના અભાવને લઈને થાય છે. પણ આ સ્થળે એમણે એમના શબ્દો જોઈ અને પોતાના વૃત્તિજ્ઞાન ઉપરથી એ વાત માપી છે. નિમિત્ત અને ઉપાદાન. પત્ર નિમિત્ત છે, વૃત્તિને માપવાનું વૃત્તિજ્ઞાન એ પોતાનું ઉપાદાન છે. એ બંને ઉપરથી