________________
પત્રાંક-૩૬ ૧
૪૧૫
એમણે અંતરબાહ્ય સ્થિતિનું એક લીટીમાં બયાન કરી દીધું છે.
મુમુક્ષુ – બાહ્યઉપાધિ ઘણી છે છતાં ભાવસમાધિ એથી વધી જાય એવી અત્યારે છે.
પૂજ્ય ભાઈશ્રી – હજી બાહ્ય ઉપાધિ એટલી બધી છે કે ભાવને ગૌણ કરી નાખે. છતાં પણ હજી સમાધિ વર્તે છે. એટલે અંદરની સ્થિતિ સારી એવી મજબૂત છે. આ તો ઘણા લોકો એવું વિચારે ને કે જ્ઞાનીને પણ ક્યારેક સમ્યગ્દર્શન ચાલ્યું જાય અને પાછું આવી જતું હશે અને પાછું ઉપાધિમાં પડે ત્યારે ચાલ્યું જતું હશે. અને પાછું આવી જતું હશે. આ પોતે કુદરતી પત્રો રહી ગયા છે એટલે ખ્યાલ આવે છે. બે-ચાર, બે-ચાર દિવસના પત્રો મળે છે. બે-ચાર દિવસનાં આંતરાના એક-એક પત્રો મળે છે. કુદરતી એ પોતાની અંતરંગ દશાનું વર્ણન કરે છે. એવું પાત્ર મળ્યું છે કે જેની પાસે પોતાની દશા ખોલે છે.
મુમુક્ષુ - જ્ઞાનીની અંતરંગ દશાનો વિસ્તાર “શ્રીમદ્જી' સિવાય બીજે ક્યાંય જાણવા મળતો નથી.
ભાઈશ્રી :- હા, ઓછું મળે છે. પોતાનું નથી ખોલ્યું. જ્ઞાની આવી હોય. જ્ઞાની આવા હોય એવી વાત મળે. આપણે “પરમાગમસાર' લઈએ કે “બહેનશ્રીના વચનામૃત' લઈએ તો એ જ્ઞાનીની દશાનું વર્ણન આવશે. આપણે જે હવેનું જે પ્રકાશન આવે છે જિણ સાસણં સવં' એમાં જ્ઞાનીની દશાના વર્ણનના “શ્રીમદ્જીના વચનો નાખ્યા છે, “સોગાનીજી ના નાખ્યા છે, “વચનામૃતમાંથી લીધા છે, “પરમાગમસારમાંથી અને “ગુરુદેવશ્રીના વચનામૃતમાંથી લીધેલા છે. એનું જ સંકલન છે. કેમકે શુદ્ધોપયોગ થયો એને કુંદકુંદાચાર્યે જિનશાસન કહ્યું, તો જીવંત જિનશાસન આ છે.
૩૬ ૧ પત્ર પૂરો) થયો.