________________
પત્રાંક-૩૬૦
૪૧૩
થઈ આવે છે અને ત્યાં એને ભ્રમ થાય છે કે આની પાસે પણ કાંઈક ચીજ છે. એવી રીતે જીવ ભૂલ કરે છે. ભૂલ તો પોતામાંથી કરે છે. પોતામાં પણ એવું સમજે છે ત્યારે એ બીજામાં પણ એવું સમજે છે. બીજામાં એવું સમજે છે ત્યારે એ પોતામાં પણ એવું જ સમજી બેસે છે. પણ અહીંયાં એ લક્ષણ આપ્યું છે કે આત્માની શાંતિથી તૃપ્તિ ન થતી હોય, આત્માના સુખથી તૃપ્તિ ન થતી હોય તો એને આત્મબોધ નથી એમ સમજવું. આત્મબોધ છે એમ ત્યાં સ્વીકારી શકાય નહિ.
મુમુક્ષુ :– અજ્ઞાની માટે બહારથી માપ કાઢવાનું બહુ મુશ્કેલ છે.
પૂજ્ય ભાઈશ્રી :- માપ કાઢવાનું બહુ મુશ્કેલ છે. એટલા માટે જો કોઈ શાની, બીજા જ્ઞાનીની ઓળખાણ કરાવે તો મુમુક્ષુ ઉપર એક બહુ મોટો ઉપકાર છે. કેમકે મુમુક્ષુની પોતાની તો શક્તિ નથી, એ Capacity તો બહુભાગ મુમુક્ષુની છે નહિ, ઉત્કૃષ્ટ મુમુક્ષુની જુદી વાત છે. જઘન્ય મુમુક્ષુ અને મધ્યમ કોટીના મોટા ભાગના મુમુક્ષુમાં એ Capacity નથી હોતી કે કોઈને શાની તરીકે ઓળખી લે. એવી પરિસ્થિતિમાં કોઈ પ્રસિદ્ધ સમર્થ જ્ઞાની, કોઈ અપ્રસિદ્ધ જ્ઞાની પ્રત્યે આંગળી ચીંધે કે આ જ્ઞાની છે તો એ વિષયમાં એમનો બહુ મોટો ઉપકાર છે. કેમકે એને એક આસ્થા રાખવાનું સ્થાન મળી ગયું. જેના વચન ઉપર વિશ્વાસ મૂકી શકાય. પછી પોતાને ન બેસે તો અંતર સંશોધન કરે પણ વિશ્વાસ મૂકે અથવા પોતાની ભૂલ સમજવા માટે જેની પાસે જવું હોય, પોતાને માર્ગદર્શન મેળવવા માટે જેની પાસે જવું હોય અથવા જેની આશાએ ચાલતા પોતે બીજે રસ્તે ન ચડી જાય એવી સાવધાની જેને રાખવી હોય, એ બધા પ્રકારમાં એને એક પ્રકારનું સંરક્ષણ મળે છે અને જીવ ભૂલતો, ભટકતો અટકી જાય છે. એટલે એક બહુ મોટી વાત છે.
એટલે તો આપણે.‘ગુરુદેવ’ માટે કહીએ છીએને કે ‘ગુરુદેવે’ આત્મા તો સમજાવ્યો પણ બીજું કામ એ કર્યું કે જ્ઞાનીને પણ ઓળખાવ્યા કે એમને વળગીને રહેજો, વાંધો નહી આવે. બેડો પાર થઈ જશે. છૂટો પડ્યો કે ગયો, સમજી લેવું. આ ભવથી ગયો નહિ, કેટલા અનંતભવથી ગયો (એનો) હિસાબ કાઢવો મુશ્કેલ પડશે. એવી પરિસ્થિતિ થાય છે. એ મોટી વાત છે.
મુમુક્ષુ :– સોનીની વાત ૫૨ વિશ્વાસ હોય કે કેટલા વલ્લું સોનું છે, અહીંયાં વિશ્વાસ નથી આવતો.