________________
૩૫૦
ચજહૃદય ભાગ-૫ મોટી વિટંબણા છે.. - મુમુક્ષુ :- એમાં એવું થયું કે કૂતરું જ્યારે હાડકું જ્યારે ખાય છે ત્યારે પોતાના જ લોહીનો સ્વાદ એને આવે છે. પોતે પોતાના અંતરંગ સુખનો નાશ કરીને બાહ્ય ભ્રમિત સુખમાં રાચે છે અથવા તો એમાં સુખ માને છે.
પૂજ્ય ભાઈશ્રી – જે રાગ છે, દુઃખરૂપ છે એને સુખરૂપ માને છે. મુમુક્ષુ - અને ત્યારે પોતાના અંતર સુખનો નાશ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી – અને ત્યારે એના અંતર સુખથી દૂર જાય છે, પોતે વિરુદ્ધ જાય છે. કાલે એક દૃષ્યત દીધો હતો કે પીપરમાંથી લાખે નીકળે છે. ભલે એ પીપરની પેદાશ છે. લાખ છે એ કોની પેદાશ છે ? પીપરની પેદાશ છે અને પીપર સાથે ચોટેલી રહે છે. પીપરને ખાય જાય છે. આ એવો રાગ છે કે જીવમાંથી ઉત્પન્ન થાય છે, જીવની દશામાં ઉત્પન્ન થાય છે અને જીવના સ્વભાવને ઘાત છે. | મુમુક્ષ - અને અનાદિથી રાગથી એવી લાળ લંબાઈ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એવી છે કે ઘટ્ટ થયેલી છે) કે જીવને એમાંથી છૂટવું વિકટ પડે છે. અને બહારની પરિસ્થિતિ પાછી એવી છે. શરીરનો સંયોગ એવો છે કે શાતા-અશાતા થતાં મને શાતા-અશાતા નથી થઈ એમ માની શકતો નથી). એવી) વિકટ પરિસ્થિતિ છે. પછી બીજા લાભ-નુકસાનના જે પ્રસંગો છે એમાં મારે લાગતુંવળગતું નથી એ ક્યાંથી લાવે ? ક્યાંથી લાવે કે મારે કાંઈ લાગતું-વળગતું જ નથી. હું તો તદ્દન ભિન્ન જ્ઞાયક આત્મા છું. એ વસ્તુ જીવને ઘણી વિકટ પડે છે. છતાં અશક્ય નથી. વિકટ છે છતાં અશક્ય નથી, શક્ય છે.
જીવને એકવાર દઢ નિશ્ચયમાં આવવાની જરૂર છે કે મારે હવે રસ્તો બદલવો છે. જે સંસારના માર્ગે અનાદિથી હું ચાલી રહ્યો છું એ માર્ગ મારે છોડવો છે અને મારે કેવળ મારું આત્મહિત કરી અને મારા રસ્તે જ ચાલવું છે, આત્માના રસ્તે જ ચાલવું છે, ચૈતન્યની જ ભાવના અને એ જ રસ્તે જવું છે એ એને દઢ નિશ્ચય થાય છે ત્યારથી સુગમતા શરૂ થાય છે. જે કાંઈ અટક્યું છે એ પોતાના વાંકે અટક્યું. છે. કેમકે પોતે નિશ્ચય કરતો નથી.
વચનામૃતમાં પૂજ્ય બહેનશ્રી' કહે છે કે કરવા ધારતો નથી એટલે કાર્ય થતું નથી. તે કરવા ધારે ત્યારે એવી રીતે કરવા ધારે છે, એમ તો બળવાન બહુ છે,