________________
૩૬૮
રાજહૃદય ભાગ-૫
આત્માકાર જ્ઞાન છે અને એક ભિન્ન પડેલો અંશ છે એ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. પ્રશ્ન :- પરિણતિની ચર્ચા છે ?
સમાધાન :- હા, ત્યાં પરિણતિ છે. જે આત્માકાર મન છે એ પરિણિત છે અને આ બાજુ ઉદય બાજુ પણ થોડી પ્રવૃત્તિ થાય છે. એમ (કહે છે) મન પ્રવૃત્તિ કરે છે, હું નથી પ્રવૃત્તિ કરતો. એમ લ્યે છે. પોતે ભળતા નથી ને ! ભિન્ન પડે છે. મન પ્રવૃત્તિ ઉદયને અનુસરીને કરે છે. આ બાજુ આત્માકારતા વર્તે છે.
મુમુક્ષુ ઃ– પોતાનું સ્વામિત્વપણું નથી.
પૂજ્ય ભાઈશ્રી :- સ્વામિત્વપણું નથી. એ છૂટો પડેલો અંશ છે. સ્વતંત્રપણે કામ કરે છે. એટલે તો ‘ગુરુદેવ' એના છ કારકો લેતા હતા. એક સમયની પર્યાયમાં એ છ કાકો વિભાવ અંશના, એક સમયની પર્યાયના નહિ, એક સમયની પર્યાયના વિભાવ અંશના કારકો જુદાં અને આત્માકાર જે પરિણામનો અંશ છે એના કારકો જુદાં. કેમકે જો બન્નેના એક કારકો હોય તો બન્ને એક થઈ જાય. અને આત્માના જો એ કારકો હોય તો આત્મા એનો સ્વામી થઈ જાય.
મુમુક્ષુ ઃ– સુંદર ન્યાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– બહુ સુંદર ન્યાય છે. એટલે આત્મા એનો જો સ્વામી થાય તો ભિન્ન પડવાનો પ્રશ્ન રહેતો નથી.
પ્રમાણનું જ્ઞાન કરવું એક વાત છે અને પ્રયોજન સાધવું બીજી વાત છે. પ્રમાણના શાન કરવામાં એમ કહેવાય કે આત્માનું પિરણામ ગમે તેવું હો... પદાર્થને છ ગુણરૂપ કારકો છે. એવા છ ગુણ કોઈ પર્યાયને નથી. એ એક પદાર્થને સમજવા માટે, પદાર્થના બંધારણને સમજવા માટે એ વાત છે. પણ જ્યારે પ્રયોજન સાધવું છે ત્યારે તો જે આત્માના પરિણામમાંથી વિભાવઅંશ ઉત્પન્ન થયો એનું સ્વામિત્વ રાખીને કોઈ જીવ સાધક દશામાં પ્રવેશ ન.કરી શકે. અનાદિથી એનું સ્વામિત્વ છે અને એનું સ્વામિત્વ છોડે ત્યારે જ સાધક દશા સંપ્રાપ્ત થાય છે, ત્યાં સુધી નહિ, એ સ્વામિત્વ છોડવું હોય તો એ છોડવાની જેટલી હદ છે એ હદે જવું પડે કે એનો કરનારો કોણ ? એ સમયસારમાં તો ‘કુંદકુંદચાર્યદેવે” ધડાકો જ કર્યો કે એનો ક૨ના૨ો પુદ્ગલ. એ પુદ્ગલ સ્વભાવ અનુસાર હોવાથી, પુદ્ગલને અનુસરતો ચૈતન્યનો અંશ હોવાથી અને પુદ્ગલની પ્રકૃતિ સાથે એના સ્વાદનો મેળ હોવાથી. એ તો પુદ્ગલ નિત જ અમે