________________
પત્રાંક-૩૫૫
૩૮૫ તીવ્ર વિપર્યાસ નથી જોયો એમણે. ચોખ્ખી ભૂલ નથી જોઈ, ઊંધું લખ્યું છે એવું નથી જોયું પણ જે લખ્યું છે એ પોતાને અધૂરું લાગે છે, એટલે વિશેષપણે લખશો. તમારી વાત ઠીક છે. સત્ય છે એટલે ઠીક છે. એમની તો ઊભા રાખવાની પદ્ધતિ એટલી બધી છે કે એક વાર ખોટું હોય તો ખોટું ન કહે પણ સાચું આમ છે એટલું જ કહે. તમારી વાતમાં ભૂલ છે એમ ન કહે પણ મૂળ વાત આમ છે. તમારે ભૂલ સુધારવી હોય તો સુધારી લ્યો. એવી એક એમની ભાષાની મૃદુતા હતી.
મુમુક્ષુ :- લૌકિકમાં આ શીખવા જેવી વાત છે. દ્વેષ ઘટી જાય. પૂજ્ય ભાઈશ્રી :- હા છે. હા, ઘણો ફેર પડે, ઘણો ફેર પડે. ખરી વાત છે.
લખેલો ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે... જેટલો જીવ અન્ય દ્રવ્ય અને અન્ય ભાવ સાથે તીવ્રતાથી પ્રતિબંધ પામે છે એટલે જોડાય છે એટલું દુઃખ છે. એના પ્રમાણમાં દુઃખ છે. જેટલો તીવ્ર રસે કરીને જોડાય એટલી આકુળતા તીવ્ર થઈ જ જાય. એ દુઃખદાયક છે એ જ વિજ્ઞાપન.' છે. એ રીતે જે પત્રનો ઉત્તર આપ્યો છે એનો સંક્ષેપમાં ઉત્તર આપ્યો છે અને એમાં વધારે ઉત્તર માંગ્યો છે.
મુમુક્ષુ - અહીં બંધ શબ્દની સાથે પ્રતિ લગાવવાનું શું કારણ ? બંધપણું દુઃખદાયક છે એ .
પૂજ્ય ભાઈશ્રી :- પ્રતિબંધ એટલે જીવ સારી રીતે બંધાય છે. મિથ્યાત્વ અવસ્થામાં તન્મય થઈને એકમેકપણે તન્મય થાય છે. એમાં તીવ્ર-મંદપણું છે પણ મિથ્યાત્વ અવસ્થામાં જે એકમેક તન્મયપણું એકત્વ થઈ જાય છે એ દુઃખદાયક છે. સારી રીતે બંધાવું એને પ્રતિબંધ કહે છે.
મુમુક્ષુ :- સ્વરૂપસ્થ યથાયોગ્ય.
પૂજ્ય ભાઈશ્રી :- “સ્વરૂપસ્થ યથાયોગ્ય.” લિ. નામ નથી લખતા હવે. સ્વરૂપસ્થપોતાની દશા મૂકે છે. સ્વરૂપસ્થ રહેલા એવા મારા તમને યથાયોગ્ય.
મુમુક્ષુ :- આવું તો એ “સોભાગભાઈના પત્રમાં લખતા હતા. બીજા કોઈના પત્રમાં નથી લખ્યા.