________________
પત્રાંક—૩૫૬
૩૮૭
પણ એક-બે જગ્યાએ એક-બે શ્લોકની અંદર લખ્યું છે. પાંચ ઇન્દ્રિયોવાળું શરીર છે પણ એ ખોખું ખાલી ખોખું છે. અમારા ઉપયોગનો ફેલાવો નથી એની અંદર. મિથ્યાસૃષ્ટિના પરિણામ તો ત્યાં ધામા નાખીને પડ્યા છે, ચોંટીને પડ્યા છે. મુનિરાજ કહે છે કે અમારો ફેલાવો નથી. ઉપયોગનો ફેલાવો નથી. શરીર તો ઉપયોગ વગરનું ખાલી ખોખું છે. એટલે અમને ભાન નથી કે ઠંડી કેટલી પડે છે ? ગ૨મી કેટલી પડે છે ? ઠંડી આત્માને લાગે છે કે નથી લાગતી ? કાંઈ ભાન નથી.
ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો.' એ આવા જ હેતુએ કર્યો હતો કે જેથી એમને ક્યાંય પણ કોઈપણ ઉપાધિવાળા સંયોગની અંદર જોડાવાનો પ્રશ્ન રહે નહિ. આ સર્વસંગપરિત્યાગની મુનિદશાની જે એમની ભાવના છે (એ વ્યક્ત થાય છે). ૨૪મા વર્ષે સમ્યક્ થયું છે અને ત્યારથી મુનિદશાની ભાવના ઘણી જોર પકડે છે. એ સંકેત એમના કેટલાય પત્રોથી ઘણેથી નીકળે છે. અહીં સુધી રાખીએ.
✓ અનંત શાંતિ, જ્ઞાન, વીર્યાદિ સ્વસ્વરૂપને અવલોકી, નિજ ધ્રુવપદની ધૂન, એક લયે, હે જીવ ! આરાધ, પ્રભાવનાએ આરાધ ! અપ્રમત્તપણે સ્વયં સિદ્ધપદ મસ્તકે રહો !! નિરંતર રહો !! (અનુભવ સંજીવની–૬ ૨૮)