________________
૩૮૬
ચજëય ભાગ-૫
પત્રક - ૩પ૬
મુંબઈ, ચૈત્ર વદિ ૧, બુધ, ૧૯૪૮ આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે છે. હાલ તો કંઈ ઈચ્છિત કરી શકાતું નથી.
આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ , િપ્રવર્તમાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો.
સમસ્થિતભાવ. .
૩૫૬ “અંબાલાલભાઈ” ઉપરનો પત્ર છે. “આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા. કરે છે. બન્ને સાથે સાથે છે. આત્મસમાધિપૂર્વક યોગ એટલે જોડાણ અને ઉપાધિ. આંશિક યોગ અને આંશિક ઉપાધિ રહ્યા કરે છે. જે પ્રતિબંધને લીધે.’ એટલા બંધનને લીધે “હાલ તો કાંઈ ઇચ્છિત કરી શકાતું નથી.” જેવી અમારી આગળ વધવાની ઇચ્છા છે એવું કાંઈ કરી શકાતું નથી. બહારમાં પણ ઇચ્છા પ્રમાણે કાર્યો કરી શકતા નથી. અંદરમાં પણ અમારી ઇચ્છા આ રીતે રોકાવાની છે નહિ અને રોકાવું પડે છે.
“આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તમાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. એટલે કે શરીરની માવજત પણ છોડી દીધી હતી. શરીર સંસ્કાર નથી કરતા ને. મુનિ છે એ તો સ્નાન કરતા નથી, શૃંગાર કરતા નથી. જુઓ ! મુનિદશામાં શૃંગારનો ત્યાગ છે. કેશ નખ કે અંગે શૃંગાર નહિ.” “અપૂર્વ અવસરમાં ગાયું ને ! કોઈપણ શરીરના અવયવ ઉપર શૃંગાર ન હોય. મુનિદશાથી જ નથી. હોતો. અરિહંત દશામાં તો પ્રશ્ન જ નથી, પણ મુનિદશાથી શૃંગારનો ત્યાગ છે. મુનિદશાનો એ મૂળભૂત ધર્મ છે. કેમકે મુનિ તો શરીરના ભાનનો પણ ત્યાગ કરે છે. પોતે દેહના સંયોગમાં છે કે નહિ એ ભૂલી જાય છે. એવી આત્માકાર દશાએ. વતે છે કે પોતાના શરીરની હયાતીને ભૂલી જાય છે. ઠંડી, ગરમી એની અસર, કેમ નથી ?
પદ્મપ્રભમલ્લધારીદેવ લખે છે કે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેનો પરિગ્રહ છે. જ્યારે જ્યારે અધિકાર પૂરો કરે છે ત્યારે આટલી વાત લખે છે. વચ્ચે