________________
૩૮૪
રજહૃદય ભાગ-૫ ભોગવી લેવો, પણ એમાં તીવ્ર રસ નહિ થવો જોઈએ. એમ અસ્તિ-નાસ્તિથી બને બાજુથી ઘડતર કરે છે. આ સવા લીટી છે અને આ દોઢ લીટી છે. પણ અસ્તિનાસ્તિથી બન્ને બાજુથી ઘડતર જેમ કોઈ ઘડે એવી “સોભાગભાઈની સાથેની પરિસ્થિતિ એમણે પત્રમાં લીધી.
ઉપરથી પત્ર સાદો દેખાય છે પણ એટલો સાદો નથી. પત્રમાં ઊંડાણ ઘણું છે. ૩૫૪ પત્ર પૂરો થયો.
પત્રક - ૩૫૫
મુંબઈ, ચૈત્ર વદ ૧, બુધ, ૧૯૪૮ સમ્યકત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન.
સ્વરૂપસ્થ યથાયોગ્ય.
૩૫૫ મો (પત્ર) પણ “સોભાગ્યભાઈ ઉપર છે. “સમ્યકત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો.’ હવે કાંઈક જવાબ તો આપ્યો છે એમણે. આ બધા જવાબ વાંચવા જેવા છે. તે દિવસે તૈયારી કરીને નહિ ગયેલા કે ક્યા પત્રમાં ઉત્તર વાંચવા જેવો છે. ક્યાં પત્રનો ઉત્તર વાંચવા જેવો છે? તો તારીખ મેળવીને વાંચી શકાય. એટલી તૈયારી કરીને ગયા હોય તો બીજા પત્રો વાંચવાનો સમય ન રહે. મુદ્દાના પત્રો શોધી અને એના ઉપર સ્વાધ્યાય થઈ શકે, અભ્યાસ થઈ શકે. ઉત્તર તો આપ્યો છે.
સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. એટલે લખ્યું છે એમાં સંતોષ નથી. લખેલો ઉત્તર સત્ય છે પણ હજી વિશેષ માંગે છે. એટલે