________________
૩૮૨
રાજહૃદય ભાગ-૫ એટલે આપણે તો અહીંયાં વાત ચાલી, અનુભવ કરીને લખશો એમ કહ્યું છે. આ વિષય તમે કોઈ વાત તમારી ધારણામાં હોય તો જવાબ આપી દેશો નહિ. ધારણા પ્રમાણે જવાબ નહિ આપી દેતા. કાંઈક સમ્યકત્વનો પ્રયાસ કરીને, એ પ્રયાસમાં આવીને વાત કાંઈ જો ભાસતી હોય, ભાસ્યમાન થતી હોય કે આમ સમકિત થયું ગણાય, આ વખતે સમકિત થયું ગણાય, આ કારણે સમકિત થયું ગણાય. એવું જો કોઈ તમારા જ્ઞાનમાં ભાસતું હોય તો એ રીતે ઉત્તર લખજો. એમ કહેવું છે.
મુમુક્ષુ :- સામાને તૈયાર કરવાની પદ્ધતિ બહુ પૂજ્ય ભાઈશ્રી :- ગજબની પદ્ધતિ છે. મુમુક્ષુ :- એને સ્વતંત્ર વિચાર કરતા શિખડાવી દે. પૂજ્ય ભાઈશ્રી - બહુ સારી પદ્ધતિ લીધી છે. મુમુક્ષ :- વાંચેલું અને સમજેલું નહિ અને ધારણા કરેલું પણ નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. અનુભવ કરીને લખજો. એટલે અનુભવનો પ્રયત્ન કરીને લખજો. ત્યારે તમને ભાસ્યમાન થશે કે સમ્યકત્વ ક્યારે થયું ગણાય ? કેમકે પ્રશ્ન સમ્યકત્વનું સ્વરૂપ શું એમ નથી. પ્રશ્નમાં બહુ માર્મિક વાત છે. એ સમ્યકત્વ ક્યારે થયું ગણાય ? એમ કહે છે. થઈ ગયું તો એને આમ સમકિત છે એમ પરિભાષા નહિ કરવી. કોઈ મિથ્યાદૃષ્ટિ સમ્યફષ્ટિ થયો તો એ ક્યારે થયો ? અનુભવ કરીને લખશો. એ દિશામાં તમે પ્રયત્ન કરીને, એ દિશામાં તમે પ્રયોગ કરીને તમને સમજાય એ જણાવજો, એમ કહે છે. આવો કોઈ પ્રયોગ કરે ત્યારે એને એ પ્રયોગમાં આગળ વધતા આમ થાય, ત્યારે એને સમ્યફ થયું ગણાય. વિષય લેવો છે, એમને નિર્ણયનો વિષય આગળ જતા લેવો છે. સુધારસ કરીને એક વાત લેવી છે તો એ વિષય ઉપર એ લઈ જાય છે. નિર્ણય કરવા ઉપર લઈ જાય છે. સ્વરૂપના નિર્ણય કરવા ઉપર લઈ જાય છે.
જ્યારે સ્વરૂપનો નિર્ણય થાય છે ત્યારે નિર્વિકલ્પ તત્ત્વનો જ્ઞાનમાં નિર્ણય થાય છે. કેમકે સામર્થ્ય છે એમાં તો વિકલ્પ નથી. વિકલ્પ-નિર્વિકલ્પ અવસ્થા ધર્મ છે. પણ જેવું નિર્વિકલ્પ પરિણમન છે એવું નિર્વિકલ્પ તત્ત્વ ત્યાં લક્ષમાં, અવલંબનમાં છે. એ અવલંબનભૂત તત્વનો જે નિર્ણય છે એ નિર્ણય થાય છે ત્યારે એનો રસ ચડે છે અને ત્યારે મહિમાને લઈને એનો જે રસ ચડે છે એ રસના એક તબક્કે સમ્યકત્વની