________________
૩૮૦
રાજહૃદય ભાગ-૫
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. બિલકુલ નહિ ને.
પ્રશ્ન :- શાનીનો ક્ષયોપશમ ઓછો હોય અને અજ્ઞાનીનો વધારે હોય તો ? સમાધાન :– ના, તોપણ નહિ. ઊલટાનો એક પ્રશ્ન જ્ઞાની કરે તો ક્ષયોપશમવાળો મુંઝાય જાય. કેમ ? કે ક્ષયોપશમવાળો અનુભવ પદ્ધતિથી અજાણ્યો છે. એટલે અનુભવ પદ્ધતિનો એક પ્રશ્ન કરેને એટલે પેલાને બંધ થઈ જવું પડે અને જ્ઞાની તો પદાર્થનું સ્વરૂપ જાણે છે. ક્ષયોપશમ ઓછો છે પણ પેલો કહે છે ત્યારે મેળવી લે છે. એટલી શક્તિ છે એનામાં કે જે ન્યાયથી વાત કરવા માંગે છે એને એ મેળવી લે છે. એટલે જ્ઞાનીને મુંઝાવાનો પ્રશ્ન નથી. કોઈને એમ લાગે કે કોઈ એવો પ્રશ્ન આવશે અને જ્ઞાની મુંઝાઈ જશે તો ? તો એ જ્ઞાનીને સમજ્યો નથી કે જ્ઞાની એટલે શું ? કદાચ કોઈને એમ લાગે કે આ શાની ઓછા ક્ષયોપશમવાળા છે. અને કાંઈક એવો પ્રશ્ન આવશે અને મુંઝાઈ જશે તો ? બરાબર જવાબ નહિ આપી શકે તો ? તો એ જ્ઞાનીને જ સમજ્યો નથી. એમ છે ખરેખર.
સોગાનીજી”ની ઉપસ્થિતિમાં એવો એક પ્રસંગ બન્યો હતો. એમને પ્રશ્ન તો એ પૂછવો હતો કે આત્માના મૂળ સ્વરૂપમાં, પરિપૂર્ણ વીતરાગસ્વરૂપે મૂળ સ્વરૂપ આત્માનું છે તો અવસ્થામાં રાગની ઉત્પત્તિ આત્મામાં કેમ થાય છે ? અને એ અવસ્થા પાછી વિલીન થાય છે તો આત્માની અવસ્થા તો આત્મામાં જ વિલીન થાય છે, કાંઈ પરદ્રવ્યમાં તો ભળતી નથી. તો રાગનું શું થાય છે ? જ્યારે આત્માની રાગરૂપ અવસ્થા આત્મામાં ભળે છે તો રાગનું એ વખતે શું થાય છે ? આવો એક પ્રશ્ન પૂછ્યો હતો. એટલે એમણે એ પ્રશ્ન તો પોતે અંદરમાં રાખ્યો, પેટમાં રાખ્યો. અને બાંધી લેવા માટે પ્રશ્ન બીજો પૂછ્યો કે એક વખત આને બાંધી લ્યો, પછી જવાબ આપવામાં તકલીફ પડશે. આ ક્ષયોપશમવાળા શું કરે છે.
(એમણે પૂછ્યું), આત્મા શુદ્ધ છે ને ? શું બાંધ્યા ? કે આત્મા તો મૂળ સ્વરૂપે શુદ્ધ છે ને ? જો એમ કહે કે શુદ્ધ છે તો પછી અશુદ્ધતાનો પ્રશ્ન ઉઠાવી શકાય. એટલે પહેલો પ્રશ્ન એમણે એ કર્યો કે આત્મા શુદ્ધ છે કે નહિ ? તો એમણે ના પાડી. કહે ના. આત્મા શુદ્ધ નહિ હૈ. તો (આ ભાઈ) કહે ક્યા બાત કરતે હો ? ‘ગુરુદેવ’ હમેંશા કહતે હૈં કિ આત્મા શુદ્ધ હૈ. ક્યા બાત કરતે હો ? આત્મા શુદ્ધ નહિ હૈ ક્યા ? તો કહે, ન આત્મા શુદ્ધ હૈ, ન આત્મા
અશુદ્ધ હૈ.