________________
૩૭૮
રાજહૃદય ભાગ-૫ જોઈએ એટલી તને ખબર પડવી જોઈએ. કેમકે એમાં જાડો પણ દળાય અને મેંદો પણ થાય. મેંદો થાય એટલો ઝીણો પણ નહિ એટલી Finness નહિ. તેમ જાડો કરકરો પણ નહિ. રોટલીના પ્રમાણમાં હોવો જોઈએ). એને દેખાડી દે કે જો બરાબર હાથેથી સ્પર્શ કરીને નક્કી કર કે આ કેટલો ઝીણો છે ? એટલે કેટલો જાડો નથી અને કેટલો વધારે ઝીણો નથી એનું ચોક્કસ પ્રમાણ (છે). તો એ અનુભવજ્ઞાનથી નક્કી કરવું પડે છે. લોટને જોઈ લ્ય, તપાસી લ્ય.
પછી કહે, એની અંદર પાણી અને તેલનું મોણ નાખી અને એને ટૂંપીને કણિકનો પીંડલો કરવો પડે છે. તો એને કહે, તું તારા પોતાને હાથે કર એમ કહે. તું જુએ છો તો એ કાંઈ આવડી ગયું ન ગણાય. નહિતર એ તો જ્ઞાન જ છે. કે બરાબર છે. તમે બે પાવળા તેલ નાખ્યું અને અડધો ગ્લાસ પાણી નાંખ્યું ને લોટને મસળીને પીંડલો કર્યો. તો એણે જોયું એમાં જ્ઞાન થયું કે ન થયું ? કહે નહિ, એ કણિક બનાવે ત્યારે એને જ્ઞાન શરૂ થાય છે. કણવાનું શરૂ કરે ત્યારે. પછી પહેલી વખત કાં તો એકદમ ઢીલો પીંડલો બંધાય જાય. વધારે પાણી પડી જાય અથવા ઓછું પાણી રહે તોપણ રોટલી બરાબર થાય નહિ. તો એક વાર, બે વાર, પાંચ વાર કરતા કરતા એને એ સંબંધીની સમજણ ક્યારે આવે છે ? જ્યારે એ પ્રયોગ શરૂ કરે છે ત્યારે સમજણ આવે છે. એણે જોયું છે ત્યારે સમજણ આવી છે પણ એ સમજણ કાચી છે, પાકી નથી. ખરી સમજણ નથી.
પ્રશ્ન :- પ્રયોગ પહેલાં જ્ઞાન તો થઈ ગયું ને ? "
સમાધાન :- હા, જોયું એટલે જ્ઞાન થઈ ગયું. રોટલી આમ ચોડવાય. આમ ચોડવાય... આમ ચોડવાય... પણ એ ચોડવે, વણે ત્યારે ખબર પડે કે આમ વણાય છે. ગોયણાની ઉપર વેલણ ફેરવીને વણાય છે. પણ એ જ્યારે પ્રયત્ન કરે અને પાંચ ગોયણા બગાડે, ત્યારે જ એને એ બગડે ત્યારે એને ખબર પડે છે અને એની સમજણ આવે છે કે રોટલી કરવી એટલે શું ? રોટલી વણવી એટલે શું ? એ પાંચ ગોયણા બગડે ત્યારે એને સમજણ પડે છે. જોયું ત્યારે સમજણ નથી પડતી, એમ કહેવું છે.
મુમુક્ષુ – બગડે ત્યારે સમજણ પડે છે.
પૂજ્ય ભાઈશ્રી :- ત્યારે એને સમજણ પડે છે કે આ રોટલી કેમ વણાય છે ? જરાક એક બાજુ વજન વધી જાય તો કાણું પડી જાય. વજન ઓછું રહે તો જાડી