________________
પત્રાંક-૩૫૪
૩૭૭. પ્રશ્ન :- અનુભૂતિ કરીને એટલે
સમાધાન :- અનુભવ કરીને લખશો એટલે શું ? કે એવા અનુભવ સંબંધીનો પ્રયત્ન કરશો ત્યારે એ વાત તમને સમજાશે. ઠીક છે, એ પ્રશ્ન સારો થયો, એમાં જરા ચોખવટ કરીએ.
સામાન્ય રીતે આપણે લોકો એમ સમજીએ છીએ કે આ શાસ્ત્ર વાંચીએ, સાંભળીએ અને વિચારીએ અને આપણને નકાર ન આવે અને હકાર આવે ત્યારે આપણને સમજાય ગયું છે એમ આપણે સમજીએ છીએ. પણ એ ખરી સમજણ નથી. શાસ્ત્રના આધારે, શબ્દના આધારે જે કાંઈ જ્ઞાન થાય છે એ પરલક્ષી જ્ઞાન છે. શાસ્ત્ર પણ એમ કહે છે કે એ પરલક્ષી જ્ઞાન છે. ન તો જ્ઞાન ખરેખર કેવી રીતે થવું જોઈએ ? કે જ્ઞાન ખરેખર જે તે વાત છે તેના અનુભવનો પ્રયત્ન કરતાં સમજમાં આવે ત્યારે એ વાત સમજાણી કહેવાય. અને એ પ્રયત્ન સફળ થાય ત્યારે એનું અનુભવજ્ઞાન થઈ ગયું કહેવાય.
સમજણ અને જ્ઞાન વચ્ચેનો ફેર શું ? કે જે અનુભવથી સિદ્ધ થાય તેને તો જ્ઞાન કહીએ. કેમકે એ અનુભવજ્ઞાન છે. પણ એ અનુભવ કરવા જતાં જે પ્રયત્ન શરૂ થાય ત્યારે વાત જે સમજાય ત્યારે એને સમજણ આવી કહેવાય. પ્રયોગમાં મૂકે ત્યારે એની સમજણ આવે છે. એટલે સમજણ ખરેખર પ્રયોગ કાળે થાય છે એ પહેલાં ખરેખર સમજણ નથી થતી. આ સમજણનું પ્રકરણ છે.
પ્રશ્ન :- સમજણ એ જ્ઞાનની પર્યાય છે ?
સમાધાન :- છે જ્ઞાનની પર્યાય. પણ જ્ઞાન એટલે હજી અજ્ઞાન છે, પણ અજ્ઞાન જ્યારે પલટો મારે છે, અજ્ઞાન પલટો મારીને જ્ઞાન થાય છે ત્યારે જે પર્યાયની ફેરબદલી થાય છે, અજ્ઞાનમાંથી જ્ઞાન થાય. કેમકે લોકો પ્રશ્ન કરે છે કે અમે રહ્યા અનાદિના અજ્ઞાની. જ્ઞાની તો બધું સવળું કરી શકે, અમે અજ્ઞાની અમને ક્યાંથી એમ થાય? તો કહે છે, ઊભો રહે, ભાઈ ! તને પર્ણ થાય એવી કોઈ પરિસ્થિતિ છે ખરી વચ્ચેની. અને તે આ પ્રયોગ છે.
આપણે દાખલો લઈએ. માતા એની દીકરીને સમજાવે કે જો રોટલી કેમ થાય એ હું તને સમજાવું. આ ઘઉંની રોટલી બનાવવી હોય તો ઘઉંને દળાવવા જોઈએ. એનો લોટ કરવો જોઈએ, લોટ પણ રોટલીનો લોટ જેટલા પ્રમાણમાં ઝીણો હોવો