________________
૩૭૬
ચજહૃદય ભાગ-૫
પત્રક - ૩૫૪
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, રવિ, ૧૯૪૮ સમક્તિની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય? એ વિષેનો અનુભવ કરીને લખશો.
સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે.
૩૫૪. સોભાગભાઈ ઉપરનો પત્ર છે. બે પ્રશ્ન કર્યા છે. સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય ? એ વિષેનો અનુભવ કરીને લખશો. લ્યો, ઠીક ! હવે “સોભાગભાઈનો સમ્યફદર્શન ઉપર વિષય શરૂ કર્યો છે. કે “સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? ફરસના એટલે સ્પર્શના. કાઠિયાવાડી ભાષામાં એને ફરસના કહે છે, સ્પર્શના. સ્પર્શવું એટલે પ્રાપ્ત થયું. સ્પર્શવું એટલે અડીને મૂકી દેવું એમ નહિ. સ્પર્શવું એટલે પ્રાપ્ત થયું. સમ્યકત્વ પ્રાપ્ત થયું ક્યારે ગણાય ? અને જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે કેવી દશા વર્તતી હોય ? “એ વિષેનો અનુભવ કરીને લખશો.”
“સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું...” મુમુક્ષુ :- અનુભવ કરીને લખજો એમ કહ્યું.
પૂજ્ય ભાઈશ્રી – ફલાણું પુસ્તક વાંચીને જવાબ લખજો એમ નથી કહ્યું. અનુભવ કરીને લખજો.
મુમુક્ષુ :- “શ્રીમદ્જી ની પદ્ધતિ એવી છે કે સામાને કામે લગાડી દેવા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. પદ્ધતિ અનુભવ પદ્ધતિ છે. શ્રીમદ્જી'ની અને દીપચંદજી “અનુભવપ્રકાશ', બન્નેની) કથન પદ્ધતિ એકદમ અનુભવ પ્રધાન છે. એવું રાજમલજીની કથનપદ્ધતિમાં અનુભવ પ્રધાનતા ઘણી છે.