________________
૩૭૪
ચજહૃદય ભાગ-૫ ભિન્ન પડી શકાય નહિ, એ વગર એની ગૌણતા રહે નહિ. | મુમુક્ષુ :- મન દ્વારા પરિણમે છે એ તો કીધું તો મન તો જડ છે. એ તો આરોપ આપીને કહ્યું, બાકી તો આત્મા જ પરિણમે છે ને ! - પૂજ્ય ભાઈશ્રી :- મનની સાથે જોડાયેલો આત્માનો ભાવ તેને ભાવમન કહે છે. ભાવમન અને દ્રવ્યમન. દ્રવ્યમન તો જડ છે. આઠ પાંખડીના કમળના આકારે પુદ્ગલની સૂક્ષ્મ પરમાણુની રચના છે. ભાવમન છે તે તેની સાથે જોડાયેલો જીવનો પર્યાય છે. જેમ એક જીવને દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય બે હોય છે. અહીંયાં એમ કહે છે કે જે ભાવમન છે એ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જેવો કર્મનો ઉદય આવે છે એની સાથે જોડાય છે.
મુમુક્ષુ :- એટલે ભાવમન આત્માથી ભિન્ન છે એક અપેક્ષાએ.
પૂજ્ય ભાઈશ્રી :- હા, પોતાના સ્વરૂપથી ભિન્ન કહી દીધું. કેમકે વિભાવ અંશ છે ને એટલે અન્ય ભાવ કરી દીધો એને. એ અન્યભાવ છે. અન્યભાવ છે, મારો
પ્રશ્ન - અને એ ઇન્ડિયાધીન વર્તે છે ?
સમાધાન :- એ ઇન્દ્રિયાધિન વર્તે છે. ઉદયાધીન વર્તે છે, ઇન્દ્રિયાધીન વર્તે છે. એટલે એની વર્તના સ્વતંત્ર છે. હું એનો કર્તા નહિ, હું એનો કારયિતા નહિ. ‘નિયમસારમાં એના ઉપર તો પાંચ રત્નની ગાથા છે. હું કત નહિ, કારયિતા નહિ, થાય એનો હું અનુમંતા પણ નહિ. એમ કરીને પાંચ ગાથા ઉતારી છે. પંચરત્ન. એ આખી વાત ભિન્નતા ઉપર છે.
ભિન્નતા એટલે સારી રીતે ભિન્નતા અનુભવ કરે છે, સરખી રીતે ભિન્નતા અનુભવ કરે છે અને જરાપણ એ અંશમાં પોતાપણું ભેળવતા નથી. જ્ઞાની એવા વિભાવઅંશમાં જરાય પોતાપણું ભેળવતા નથી. અને પ્રત્યક્ષ બોધ છે કે હું તો એમ
ને એમ રહું છું. પરિપૂર્ણ વીતરાગ સ્વરૂપે રહેતો એવો હું, હું એમ જ રહું છું. આ ' થયા કરે છે. હું એને કરતો-ફરતો નથી, થયા કરે છે પણ હું કરતો નથી. એ રીતે સમભાવ છે.
પત્ર લક્ષમાં છે.” પછી પત્રનો વિષય એમાં તો મળે જ નહિ, કેમકે પોતે ખોલતા. નથી. ૩૫૩ પત્ર પૂરો) થયો.