________________
૩૭૨
ચજહૃદય ભાગ-૫ તમને ખબર નથી હવે. એ ચર્ચા તમે કરો છો એ અત્યારે નકામી છે. શું કહે ? તમને આખી વાતની ખબર નથી. પાંચ-દસનો એના માટે હિસાબ કરવાનો સવાલ નથી. એણે લાખો સમર્પણ કરી દીધેલા છે. કહે કે ન કહે ? વજન તો જેનું અપાતું હોય એનું અપાય. જેનું આપવા યોગ્ય હોય એનું અપાય કે ન આપવા યોગ્ય હોય એનું અપાય ? આ વિવેકનો વિષય છે.
એટલે જ્ઞાની પણ પોતે કર્તા નહિ હોવાથી અને કર્તાપણાનો અનુભવ પણ પોતે નહિ કરતો હોવાથી, જે કાંઈ કોઈપણ પ્રકારે ઉદયમાં વર્તાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો તે ઉદય છે, અમે કર્તા-હર્તા નથી. એ ઉદયને કારણે થાય છે. પૂર્વકર્મનું કારણ છે, અમારું કારણ નથી. એવી જે પ્રવૃત્તિ થાય છે એમાં પૂર્વકર્મનું કારણ છે અમારું એમાં કારણ નથી એમ જુએ છે.
કારણ કે તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. વીતરાગભાવ છે. છુટા પડ્યા છે એનો અર્થ એ છે પ્રીતિ તો નથી જ પગપ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી. એવો જે એક વીતરાગભાવ છે એ વીતરાગભાવે એ ઉદયને જુએ છે, વીતરાગભાવે એ રાગાદિને પણ જુએ છે. રાગનો અંશ છે એને વીતરાગભાવે જ્ઞાનનું ય કરે છે, પ્રવૃત્તિને પણ જ્ઞાનનું રોય કરી જાય છે. એટલે “તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી.” જ્ઞાતા-દષ્ટા છે. સમતા છે, સમપણું છે, સરખું છે, બધું સરખું છે. ઈષ્ટ અને અનિષ્ટ બંને પ્રકારના ત્યાં ભાવ નથી. કરવા યોગ્ય પણ એમ જ છે.” અને એમ જ કરવા યોગ્ય છે. એટલે પોતાના પરિણમનની વાત લખે છે તો એમ લખે છે કે કરવા યોગ્ય પણ એમ જ છે. પ્રીતિ-અપ્રીતિ રહિત જે સમભાવના પરિણામ છે એ જ કરવા યોગ્ય છે અને એ રીતે અમે પરિણમી. રહ્યા છે.
તમારો પત્ર લક્ષમાં છે.' પત્ર લક્ષમાં છે. એટલે કોઈ એ સંબંધીનો વિષય ચ હશે તો એ વાત ખ્યાલમાં છે પણ એની ચર્ચા પણ કરતા નથી. કોઈ વાત, લખી હશે એની ચર્ચા પણ નથી કરતા. એનો અર્થ એમ છે કે અમે જે અત્યારે કહેવા માગીએ છીએ એના ઉપર તમે ધ્યાન આપો. તમારી વાતને ગૌણ કરો, છોડી ધો. જે કહેવા માગીએ છીએ એના ઉપર લક્ષ આપો, તો તમને જ્ઞાનદશા શું ? આત્મજ્ઞાન શું ? સમ્યકત્વ શું ? એ સમજાશે. સમ્યકપણું સમજાશે.