________________
પત્રાંક ૩૫૩
૩૭૩
૩૫૩ માં પોતાના સ્વાભાવિક અને વિભાવિક બંને પરિણામોની એક સાથે વાત કરી છે અને બહુ પદ્ધતિસર વાત કરી છે.
મુમુક્ષુ :- ષટ્કારક
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન બંધારણનો છે કે પ્રશ્ન કથનની શૈલીનો છે ?
પ્રશ્ન :- વાસ્તવિકતા શું છે ?
સમાધાન :- વાસ્તવિકતા એટલે બંનેમાં કોઈને કોઈ પ્રકારની વાસ્તવિકતા છે. તમારો પૂછવાનો દૃષ્ટિકોણ કયો છે ?
પ્રશ્ન :- ષટ્કારક પર્યાયમાં તો ખ્યાલ આવે છે, ધ્રુવમાં છે કે નથી ?
સમાધાન :– ધ્રુવમાં તો છ ગુણ જ છે. કર્તા ગુણ, કર્મ ગુણ, શક્તિ જ છે. જેમ જ્ઞાનશક્તિ છે એમ છ પ્રકારની શક્તિ છે ધ્રુવમાં તો. કર્તાપણાનો ગુણ છે, કર્મપણાનો ગુણ છે. છએ છ કારકો ત્યાં તો ગુણસ્વરૂપે છે. પણ પર્યાયને એના છ · કારકો સ્વતંત્ર છે એમ ‘ગુરુદેવ’ નિરૂપણ કરતા હતા. ત્યારે બંધારણની દૃષ્ટિએ એ વાત બંધબેસતી નથી આવતી.
પ્રશ્ન :- કઈ રીતે બંધબેસતી નથી ?
સમાધાન :- કેમકે પર્યાયને તો ગુણ હોય નહિ. પદાર્થને ગુણ હોય. પર્યાયને ગુણ ન હોય. ગુણને બીજો ગુણ ન હોય. છતાં પણ અહીંયાં એમ કહે છે કે આત્માકાર મન છે. વાત તો અહીંથી નીકળી છે કે આત્માકાર જે મન તે વર્તમાન ઉદય સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. અમારું મન તો આત્માકાર છે. છતાં પણ એનો એક અંશ વર્તમાન સમયમાં ઉદય પ્રમાણે પણ પ્રવૃત્તિ કરે છે. જો મન ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તો હું નથી કરતો એમ કહે છે. એટલા માટે પાછો ૩૬૨મો પત્ર વાંચ્યો. અન્ય ભાવનો હું અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થાય છે. આત્મજ્ઞાન થતાં, આત્મભાન થતાં અન્યભાવનો હું કર્તા નથી એવો બોધ ઉત્પન્ન થાય છે, એવો અનુભવ રહે છે. બોધ ઉત્પન્ન થાય છે એટલે એવો સાક્ષાત અનુભવ રહે છે કે હું નથી કરતો. મન પ્રવૃત્તિ કરે છે, હું નથી કરતો. હું જુદો અને મન જુદું એમ કહે છે. તો કહે મન જુદું ? કહે, તદ્દન જુદું સ્વતંત્ર. એના છએ કારકો જુદાં. એ વિભાવઅંશના છએ કારકો જુદાં. કેમકે કાર્ય છે ને ? એ કાર્ય છે. વર્તે છે ને ? પ્રવૃત્તિ કરે છે. કાર્ય કરે છે, તો કારક વિના તો કોઈ પ્રવૃત્તિ હોય નહિ. માટે એના કારકો જુદાં. એ વગર
...