________________
પત્રાંક-૩પ૭
૩૮૯ કરે છે. એટલે “સોભાગ્યભાઈના સમાગમમાં, સત્સંગમાં રહેવાનો (ભાવ રહે છે).
જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિના કારણ રહ્યા નથી. આ સ્પષ્ટ વાત લખે છે. આગળ લખી ગયા છે કે ધંધો, વેપાર, કુટુંબ, પરિવાર, શરીર સુદ્ધાં, પોતાના શરીરની સાવધાની સુદ્ધાં પણ એ રુચિ નથી એટલે સાવધાની નથી. રુચિ હોય ત્યાં સાવધાની અને જાગૃતિ આવ્યા વિના રહેતી નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સહૃાાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્તકારણ એવા દાનાદિ પ્રત્યે રહી છે. એમાં એક બીજો શબ્દ વાપર્યો છે–પરેચ્છા'.
ફરીથી. શું કહે છે ? કે જગતમાં તો કોઈ પદાર્થ પ્રત્યે અમને રુચિ રહી નથી. ૨૫ વર્ષની યુવાન અવસ્થામાં આ પત્ર લખેલો છે. લગભગ ચૈત્ર મહિનાનો પત્ર છે ને ? દોઢેક વર્ષ પહેલાં એમને આત્મજ્ઞાન થયું છે. આત્મજ્ઞાન થયું છે એટલે સર્વસ્વપણે પોતાના આત્માની ઉપાસના કરીને રાગ-દ્વેષ રહિત પરિપૂર્ણ વિતરાગ દાને પ્રાપ્ત કરવાનું ધ્યેય છે. એ બાજુ તીવ્ર રસથી અને તીવ્ર વેગથી પરિણામ કામ કરતા થયા છે.
એ પરિસ્થિતિમાં લખે છે કે જગતમાં બીજા પદાર્થો તો અમને કઈ રુચિના કારણ રહ્યા નથી. બીજા કોઈ પદાર્થો અમને રુચિના કારણ નથી. બહારના કોઈ પદાર્થોને વિષે થોડો પણ ઉપયોગ દેવા જેવું લાગે છે તો એ એટલું જ છે કે કોઈ સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે અમારું લક્ષ જાય છે. પરમસત્યને ધ્યેય બનાવીને એના ધ્યાનમાં રહેનારા એવા સંત પ્રત્યે અમારી રુચિ છે, એમના પ્રત્યે અમારો અનુરાગ છે. જેમાં વીતરાગ તત્ત્વ એવો આત્મા, આત્મા એટલે વીતરાગતત્ત્વ, જ્ઞાનતત્ત્વ એવો જે આત્મા એ જેમાં વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્રો પ્રત્યે. એનું વર્ણન છે, આત્માના મૂળ તત્ત્વનું, મૂળ સ્વરૂપનું જેમાં વર્ણન છે એવા સત્શાસ્ત્રો પ્રત્યે અનુરાગ છે અને દાનાદિ પ્રત્યે જે કાંઈ અમારું વલણ છે એ પરમાર્થમાં નિમિત્તકારણ હોય એવા દાન પ્રત્યે. એમાં બે વાત કરી છે.
મુમુક્ષુ :- હિન્દીમાં લ્યો ને ! પૂજ્ય ભાઈશ્રી :- હિન્દી પુસ્તક છે ? મારે જરાક અનુવાદ કરતા જવો પડશે. જો કુછ ઐચિ રહી હૈ વહ માત્ર એક સત્ય કા ધ્યાન કરનેવાલે સંત મેં, જિસમેં